SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર ભાવના અને મોહાન્ય માણસ દ્રષ્ટિ જ ગુમાવી બેસે છે. એને સંસાર મીઠો લાગે છે. ખૂબ ખૂબ ગમે છે. અને જેને “સંસાર ગમે છે એનો સંસાર ઊભો રહે છે.” જો સંસારને ખતમ કરવો હોય તો સંસાર પ્રત્યે ભારોભાર નફરત હોવી જોઈએ. મનમાં કડવાશ હોવી જોઈએ. બસ પછીનું કામ આસાન બની જાય. કદાચ તમારી તાકાત ઓછી હશે તો પણ સંસાર તમને કશું જ કરી શકશે નહિ. કેમકે સંસારમાં રહીને પણ એ સંસાર પ્રત્યે દ્વેષ કરતો હશે એટલે રાગ જાગવાની સંભાવના નહિ રહે. સંસાર ડરામણો બિહામણો છે. જેમાં દુઃખો સિવાય કશું જ નથી. વિચચગતિના ખો પશુયોનિમાં પરવશપણાનું દુઃખ, ઈચ્છા મુજબ ખાવા-પીવાનું મળે નહિ. ભાર વહન કરવાનો છે. ઠંડી ગરમી સહન કરવાની. આવા તો બેસુમાર દુઃખો પશુઓને છે. વાચા ન હોવાથી દુઃખ વ્યક્ત કરી શકે નહિ. ઘોડા-બળદઊંટ વિગેરે બોજો ઉપાડીને બિચારા બની જાય. ગધેડા-કૂતરાં ભૂંડ આદિને ચારે તરફથી તિરસ્કાર મળે. તેમજ બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય આદિ જીવોની કરૂણતા તો કેવી છે? કોઈ સંજ્ઞા નહિ મન નહિ અને ઈચ્છાઓ નહિ આવા અનેક દુઃખો, જન્મ મરણો, અવ્યક્ત પણે ભોગવવા પડે છે. નરક ગતિના દુખો નરકમાં જીવને જરાય શાન્તિ નથી. સતત નારકીનો જીવ મરવાની ઈચ્છા રાખે છે. કેમકે એના દુખો અને વેદના ગણી શકાય નહિ વર્ણવી શકાય નહિ એટલી છે. પુણ્ય પ્રકૃતિના ૪૨ ભેદ અને પાપ પ્રકૃતિના ૮૨ ભેદ છે. તેમાં નરક ગતિ અને નરકાયુઅશુભ છે અને તિર્યંચ ગતિ અશુભબતાવી છે પણ તિર્યંચાયુ શુભ-બતાવ્યું છે. આનું કારણ શું? ખબર છે? મનુષ્ય ગતિ અને મનુષ્યાયું શુભ દેવગતિ અને દેવાયુ શુભ. પણ નરક ગતિ-નરકાયુ અશુભ. એ પણ બરાબર છે પણ તિર્યંચની ગતિ ને અશુભ ગણી અને તિર્યંચના આયુષ્યને શુભ ગણ્યું છે. નવતત્ત્વની ૧૬મી ગાથામાં બતાવેલ છે સુર નર નિરિઆઉ તિત્યયર” સુર નર અને તિર્યંચાયુ-તીર્થકર નામકર્મ એ શુભ પ્રકૃતિ છે. તિર્યંચના
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy