SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ દા.ત. સ્ત્રી ગર્ભ ક્યારે ધારણ કરે?પુત્ર જન્મ ક્યારે થાય? તો કહેવાય કે સમય પાકે ત્યારે. એજ પ્રમાણે દૂધમાંથી માખણ ક્યારે બને? છ યે ઋતુ એના સમયે જ ફળે, તીર્થકરનું આયુષ્ય પણ વધે-ઘટે નહિ આ બધામાં કાળ કારણ છે. સવભાવ - હથેળીમાં વાળ કેમ નહિ? લીમડા ઉપર કેરી કેમ નહિ? લીમડો કડવો ને કેરી મીઠી કેમ આમ? આ બધામાં સ્વભાવ કારણ છે. ભવિતવ્યતા - કેટલીક કેરી ખાટી કેટલીક મીઠી.? જન્મ ક્યારેમરણ ક્યારે? બધું ભવિતવ્યતા (નિયતિ)ને આધિન છે. કર્મ - જેણે જે કર્મ બાંધ્યું હોય તે કર્મ તેને ભોગવવું રહ્યું. એક સુખી એક દુઃખી એક ગરીબ એક તવંગર. આમાં કર્મ કારણ છે. પુરૂષાર્થ - કાર્ય કરવા માટેનો પુરૂષાર્થ કરવો. બધી વ્યક્તિ પુરૂષાર્થ ન કરે. જે કરે તેનું કામ થાય. આ જ પ્રમાણે બીજા પણ દષ્ટાંત દ્વારા સમજી શકાય છે. જેમકે તંતુ છે તેમાંથી કપડું બનાવવું હોય સૌ પ્રથમ તો તંતુ એવા હોય કે જેમાંથી કપડું બનવું જોઈએ માટે તંતુમાંથી કપડું બને તે એનો સ્વભાવ થયો. પછી કપડું તરતને તરત તો બનતું નથી. બનતા જે ટાઈમ થાય તે કાલ. બધું જ બરાબર કર્યું પણ જો કપડું બનવાની ભવિતવ્યતા જ ન હોય તો? માટે કપડું તૈયાર થાય તે એની ભવિતવ્યતા થઈ. અને કાંતનારનો પુરૂષાર્થ પણ જોઈએ. એ વિના કપડું તૈયાર થઈ શકે નહિ! હવે કપડું તૈયાર થયા પછી એને ભોગવનારનું કર્મ હોય તો એ ભોગવી શકે.. - આ જ પ્રમાણે આ પાંચ કારણો આત્મામાં ઘટાવીએ-નિગોદ એ જીવની ભવિતવ્યતા છે મનુષ્યપણાની પ્રાપ્તિ એ પુણ્યકર્મ ની નિશાની છે એના વગર મનુષ્યત્વ અશક્ય છે તેમજ જીવની ભવસ્થિતિ પરિપક્વ બને છે કાળથી માટે કાળ એ ભવપરિપાક કહેવાય ત્યારબાદ મોક્ષપ્રાપ્તિ માટે જે જે માર્ગો બતાવ્યા છે તે તે માર્ગદ્વારા પ્રચંડ પુરૂષાર્થની જરૂર પડે છે. તે તે માર્ગમાં વીર્ય ઉલ્લસિત કરવું પડે છે માટે વીર્ય ઉલ્લાસ તે પુરૂષાર્થ કારણ છે. અને છેલ્લે કારણ છે સ્વભાવ. જો જીવનો મોક્ષગમન સ્વભાવ જ ન હોય તો તે મોક્ષે જઈ શક્તો નથી.માટે ભવ્યત્વ એ સ્વભાવ છે. જો અભવ્યત્વ સ્વભાવ હોય તો મોક્ષ ન થાય.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy