________________
૭૪
સંસાર ભાવના આ પ્રમાણે દરેક કાર્યમાં પાંચ કારણો હોય છે. અહિં જીવ અનાદિ કાળથી સંસારમાં રખડે છે. તેમાં પ્રેરક તત્વ છે નિયતિ. નિયતિ એટલે જ ભવિતવ્યતા. જીવ ચારે ગતિમાં ભટકે છે. ચારગતિમાં ભટકવાનું કારણ છે કર્મ. કર્મએ બંધન છે બંધનથી જીવબંધાયેલો છે જેમ પાંજરામાં પંખીપુરાયેલું હોય તો તે પરવશ છે તે જ પ્રમાણે જીવ કર્મથી પરવશ છે. અનંત પુદ્ગલ પરાવર્તકાળથી જીવનું ભ્રમણ ચાલુ છે એક પુદ્ગલપરાવર્ત એટલે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી. આવા અનંતા પુદ્ગલપરાવર્ત સુધી જીવ ભમ્યો છે અને હજુ ભમી રહ્યો છે.
સંસાર ભાવના ભાવતી વખતે તમારા આત્માની સાથે એકાંતમાં વાત કરજો. તમારા આત્માને પ્રશ્ન કરજો કે
આ જન્મ-મરણના ફેરા ક્યારે અટકશે? આ સંસારથી મુક્ત ક્યારે થવાશે? સુખ-દુઃખ શું કાયમ ટકે છે? ચાર ગતિમાં ભ્રમણ કરીને છેવટે જીવ શું હાંસલ કરે છે? મારો જીવ અનંતા ભ્રમણથી ક્યારે મુક્ત થશે?
દરરોજ આ ચિંતન કરવું જરૂરી છે. અને ચિંતન કરવા દ્વારા એમાંથી સાત્ત્વન મેળવવું જોઈએ. ખુદ ગ્રન્થકાર ભગવંત અહીં ચાર મહત્વની વાતો ઉપર પ્રકાશ ફેંકે છે
જીવ અનંત રૂપો (શરીરો) ધારણ કરે છે. (જન્મ-મરણ) અનંતીવાર ભ્રમણ કરે છે. ભવ સંસાર અનાદિનો છે. ચાર ગતિ રૂપ સંસાર છે.
આ જીવે એક જ વાર નહિ બ સેકડોવાર શરીરો ધર્યા. નવા નવા ભવોમાં નવા નવા રૂપો લીધા. આજે જે માતા હોય આવતા ભવમાં પત્ની બને છે. આ જન્મમાં જે પિતા છે, આવતા જન્મમાં તે પુત્ર બને છે. આજે જે મિત્ર છે, તે શત્રુ બને છે. બહેન પત્ની બને, પત્ની માતા બને, રાજા નોકર થાય, ભાઈ શત્રુ થાય. આવા સંબંધો સતત બદલાયા કરે છે. વળી આ જીવનું ભ્રમણ પણ ચારે ગતિમાં થાય છે.
નરકમાં તીવ્ર દુઃખો તિર્યંચગતિ અને મનુષ્યગતિમાં પણ દુઃખ,