SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ આનંદ :- સુખની ઈચ્છા (અવિનાશી સુખ) ઈશિત્વ :- સ્વતંત્રતાની ઈચ્છા.... કર્મક્ષય... વશિત્વ ઃ- સત્તાની ઈચ્છા (સ્વપણું...) આપણો આત્મા આવો વિશિષ્ઠ ગુણવાન છે અને માટે જ આનંદઘનજી મહારાજે ગાયું છે..... અહીં અહીં હું મુજને કહું. આમાં આત્માની જ સ્તુતિ ગાઈ છે. એકત્વ ભાવના ..મુક્ત આત્મા જ ભગવાન આત્મા માયકાંગલો નથી. બિચારો અને લાચાર નથી... પણ આત્મા એ ભગવાન છે કેવી સરસ અને આનંદ દાયક વાત કરી છે. આત્મા ભગવાન છે એ વાત જ એક ઉલ્લાસ અને ઉમંગની લહેરખી જગાડે છે. આત્મા સમર્થ છે. આત્મા સર્વવ્યાપી છે. અને એટલે જ રોગ, શોક, ચિંતા, આધિ-વ્યાધિઉપાધિ અને વ્યાકૂળતા આદિ કર્મજન્ય પરિસ્થિતિમાં પણ શાન્ત અને ઉપશાન્ત બનવાનું છે કેમકે આત્માથી ભિન્ન પદાર્થો સાથે મારે કશો જ સંબંધ નથી. હવે આપણે આત્મચિંતન કરવું જરૂરી છે. કેમકે ચિંતનના સાત ફળો પ્રત્યક્ષ જોવા મળે છે. વૈરાગ્ય :- ચિંતન પ્રભાવે વૈરાગ્ય ભાવ પ્રગટ થાય છે. પરપદાર્થોની આસક્તિ છૂટે છે. કર્મક્ષય :- આત્મ ચિંતનથી મોહક્ષીણ બને છે. વિશુદ્ધજ્ઞાન :- આત્મા અને સંસારનો ભેદ સમજાય. ચારિત્રના પરિણામ :- આત્મા સુખી બને તેવા વિચારો કરે. સ્થિરતા ઃ- જ્યાં ત્યાં ભટકતું મન આત્મામાં કેન્દ્રિત બને. આયુષ્ય :- મન અને વચન ઉપરનો કાબૂ આયુષ્ય વધારે અને સારુ કરે. બોધિ પ્રાપ્તિ :- રાગ દ્વેષ માંદા પડે. આત્મા એક છે પણ વિભુ છે. અનંતજ્ઞાની છે અક્ષય-અમર અને અજર છે. આ પ્રમાણે ચિંતન કરતાં વિશુદ્ધ આત્મ સત્તા તરફ જવાનું છે અને એમ કરતાં નિર્મળ આનંદની પ્રાપ્તિ થશે જ્યાં સુધી આત્મ તત્વજ્ઞાનની ઓળખાણ ન થાય ત્યાં સુધી ભવની પરંપરા પણ ચાલુ જ રહેવાની છે. આત્માથી જે ભિન્ન છે તે મારું નથી. એ મમત્વ છે, મમત્વથી જ દુઃખી
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy