SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ૯૩ છે કે એકત્વ ભાવના જ । एक एव भगवानयमात्मा ज्ञानदर्शन तरंग सरंग : सर्वमन्य दुपकल्पितमेतद् व्याकुली करणमेव ममत्वम् ॥१॥ આ આત્મા એક જ છે. અને એજ પ્રભુ છે. ભગવાન છે. આત્મા જ જ્ઞાન-દર્શનના તરંગમાં મસ્ત છે. અને એના સિવાય જે છે તે બધું જ કલ્પિત છે મમત્વ છે અને વ્યાકૂળતા વધારનાર છે. આ સંસારમાં જીવ એકલો જ ભટકે છે કોઈ એની સાથે આવતું નથી એ દર્શાવવા સંસાર ભાવના બતાવ્યા પછી ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા શાન્ત સુધારસનામના ગ્રન્થમાં ચોથી એકત્વ ભાવનાની વ્યાખ્યા કરે છે.... આજે આપણે આત્મા ઉપર વિચાર કરવાનો છે. આત્મા શું છે? એનું ચિંતન મનન કરવાનું છે. આત્મા એટલે આપણે પોતે.... સ્વયં... ભાવોની વિશુદ્ધિ વડે આત્મદ્રવ્યને નીરખવાનું છે. એક વાત ધ્યાનમાં રાખજો કે આત્મા અરૂપી છે, નિરાકાર છે, અને એટલે આપણે જોઈ શકવાના નથી. પણ આપણે આત્માને જોવાનો નથી અનુભવવાનો છે. સુખ-દુઃખ, રાગ-મોહ, કર્મબંધકર્મક્ષય, પુણ્ય-પાપ વિગેરે પ્રવૃત્તિ જે દેખાય છે તેનો અનુભવ આત્માને થાય છે. વળી માણસ મરી જાય તો એનું શરીર અહિં હોવા છતાં એમ કહેવાય છે કે આ મરી ગયો. એટલે આત્મા ચાલ્યો ગયો. માટે આત્મા એ જ ભગવાન છે. વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. આત્મા સિવાય જે દેખાય છે તે બધું જ મમત્વ છે, વિકલ્પનું વિશ્વ છે. આત્મા અનંત સુખમય છે, અનંત દર્શનમય છે. અનંત ચારિત્રમય, અનંત ગુણમય છે. સિદ્ધશિલા ઉપર બિરાજમાન સિદ્ધભગવંતો જેવું જ પૂર્ણાનંદી સ્વરૂપ આપણું છે. જગતના તમામ આત્માઓ આવા ગુણ સંપન્ન છે માટે અનંત આત્મા સમાન છે. તમામ આત્મા એક સમાન છે એમ માનવું. આત્માના પાંચ મૂળભૂત ગુણો. સવ - જીવવાની ઈચ્છા ચિત - જાણવાની ઈચ્છા
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy