SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર ભાવના ૧૯૦ સહે. ઔષધની પણ ઈચ્છા ન કરે. (૧૦) વસરપર્શ - શય્યા પર તણખલા હોય કે તૃણ પર શય્યા કરી હોય તો તણખલાની અણીઓ વાગે તે સહે, મનમાં કલેશ ન કરે. (૧૮) મળ - શરીરના મળ ઉપર જુગુપ્સા કરે નહિ. શરીર ઉપર મેલ થાય તો સ્નાન ઈચ્છે નહિ. મેલને સહન કરે. (૧૯) સકાર:- કોઈ મોટા મોટા સામૈયા કરે, કે કોઈ પ્રધાન કે કોઈ મોટી હસ્તી પોતાની પાસે આવે તો મનમાં ફૂલાય નહીં પોતાનો કોઈ જગ્યાએ સત્કાર ન થાય તો તેથી વિષાદ પામે નહિ. (૨૦) પ્રજ્ઞા - અસાધારણ બુદ્ધિબળ હોય તો તેનો મદ ન કરવો મૂર્ખ, અલ્પજ્ઞ હોય તો તેનો ખેદ ન કરે. જ્ઞાનને પચાવે. જ્ઞાનીપણાને લીધે અહંકાર ન કરે. (૨૧) અજ્ઞાન - જ્ઞાનના અભાવે આત્મવંચન ન કરે, પ્રજ્ઞાપરિષદ અન્ય વ્યક્તિ પ્રશ્ન કરે ત્યારે થાય છે. એટલે પ્રજ્ઞાપરિષહ અચકૃત છે. અને અજ્ઞાનપરિષહ પોતાના અલ્પજ્ઞાનથી થાય છે. એટલે સ્વયંકૃત છે. અજ્ઞાનપણાથી ન આવડે તો ભણતાં કંટાળવું નહીં. - (૨૨) અદર્શન - સૂક્ષમ વિચાર વાંચી જાણી તેની અસહ્નણા ન કરે, અન્ય ધર્મની પ્રસિદ્ધિ જોઈ મૂઢ દૃષ્ટિ ન થાય અને વિશિષ્ટ કર્મોને નજરે જોતા જ્ઞાનને અભાવે ત્યાગને નિરર્થક ન ગણે, શ્રદ્ધા દઢ રાખવી. દર્શન મોહનીયના ઉદયથી રરમાં સમ્યકત્વ પરિષહ થાય છે. આ બાવીસ પરિષહ મળે અનુકૂળ અને પ્રતિકૂળ સર્વપરિષહ સહન કરવાથી મહાસંવર થાય છે. એટલે તે વખત દરમ્યાન જીવ નવાં કર્મો ગ્રહણ કરતો નથી. આ ૨૨ પરિષદોમાં સ્ત્રી અને સત્કાર આ બે પરિષહો અનુકૂળ પરિષહ છે તેમ જ શીતળ છે. એક જીવને એકી સાથે વધુમાં વધુ ૧૯ પરિષહો હોઈ શકે છે. શીત અને ઉષ્ણમાંથી એક હોય, ચર્યા નિષદ્યા અને શય્યામાંથી એક જ હોય. નવમા ગુણસ્થાનક સુધી બધા જ પરિષહો હોઈ શકે છે. ૧૦-૧૧ અને ૧૨મા ગુણસ્થાને ૧૪ પરિષહો હોઈ શકે છે. ૧૩ મા ગુણસ્થાને ૧૧ પરિષહો હોઈ શકે છે. વેદનીય કર્મના ઉદયથી થતા પરિષદો અહિ હોય.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy