SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ સંવર ભાવના કરવા માટે ક્ષમા-નમ્રતા સરળતા અને નિર્લોભતાનો સહારો લેવો જ પડશે. અને આ રીતે આશ્રયોને જીતવા દ્વારા જીવ સંવર ભાવમાં આવે છે. गुप्तिभिस्तिसृभि रेवमजय्यान् त्रीन् विजित्य तरसाधमयोगान् । साधुसंवरपथे प्रयतेथा, लप्स्यसे हितमनीहितमिद्धम् ॥ ४ ॥ મન ગુતિ, વચન ગુતિ અને કાયમુસિ વડે... મન-વચન-કાયાના દુર્જય અશુભ યોગોને જરદીમાં જદી જીતીને... સુંદર સંવર પચ પર વિચરણ કર જેવી તને ઈચ્છિત મુક્તિ અવશ્ય મળશે. અશુભ યોગોને જીતો મન વચન કાયાના યોગોનો નિગ્રહ ત્રણ ગુપ્તિ વડે કરવો જોઈએ. આ યોગો અત્યંત દુર્જય છે. માટે તેનું નિયમન કરવું જોઈએ. ખોટા સંકલ્પો.. ખોટા વિચારો, ખોટી માન્યતાઓ, આ સર્વનો ત્યાગ કરીને સારા સંકલ્પનું સેવન કરવું. તેવી જ રીતે બોલવા પર કાબુ રાખવો અગર મૌન ધારણ કરવું તેવચન ગુતિ છે. તેમજ કોઈ પણ વસ્તુ લેવા મુકવામાં કે બેસવા ઉઠવામાં વિવેક રાખવો અને શારીરીક વ્યાપારનું નિયમન કરવું તે કાયમુર્તિ છે. આ પ્રમાણે ગુપ્તિ વડે અશુભ યોગોને જીતીને સુંદર સંવર પથ પર વિચરણ થાય. જેથી જલ્દીમાં જલ્દી મુક્તિની પણ પ્રાપ્તિ થાય છે. એના માટે સંકલ્પ કરવો જોઈએ. વારંવાર શુભયોગોનું ચિંતન કરવું અને અશુભયોગોથી પાછા હઠવું. एवं रुद्धेष्वमलहृदयै राश्रवेष्वाप्तवाक्य श्रद्धाचञ्चत्सितपटपटु : सुप्रतिष्ठानशाली । शुद्धयोर्गेजवनपवनै : प्रेरितो जीवपोतः स्त्रोतस्ती भवजलनिधेर्याति निर्वाण पुर्याम् ॥५॥ આ પ્રમાણે સ્વચ્છ હૃદય દ્વારા આwવોના દ્વાર બંધ કરીને સ્થિર થયેલું જીવાત્મા રૂપી જહાજ પ્રાજ્ઞ પુરુષોના વાક્યોમાં શ્રદ્ધા રૂપ જગહનતા સઢથી સુસજજ બનીને શુદ્ધ યોગ રૂપી જવાથી તરતું તરતુ નિર્વાણપુરી સુધી પહોંચી જાય છે.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy