SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ સંસાર ભાવના છે. અગાઉની જ વાતને પુષ્ટ કરતા ઉપાધ્યાયજી ભગવંત ફરમાવી રહ્યા છે આ સંસારમાં પુત્રએપિતા બને અને પિતા પુત્ર બને છે આવી વિકૃતિનો તું વિચાર કર. માનવ દેહની શુભ સામગ્રી તારી પાસે છે માટે પાપ રૂપી અંધકારનો તું ત્યાગ કર. તું જરા વિચાર કે આ વિષમસ્થિતિ સર્જાઈ છે તો એમાં કારણ શું છે? આ જીવ સદાય પાપ કર્મમાં રત હોય છે માટે તું એવો પુરૂષાર્થ કર જેથી તારા પાપો ઘટે. સંસાર આખો ય પાપમય છે એ પાપથી પાછા ફરવું તે શાણપણ છે. માટે જ કહેવાય છે. ભૂલ કરવી એ નહિ પરંતુ ભૂલ કર્યા પછી ના સમજવી કે ન સુધારવી, કે ન કબૂલ કરવી, તે પતનની પગદંડી છે..... વળી મદિરાના પાનથી જેમ જીવોની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ મોહ રૂપી મદિરાથી આ જીવ હેરાન થાય છે માટે જ જાતજાત ને ભાતભાતની ચિંતા કર્યા કરે છે અને દુઃખ શોકની આગમાં પ્રતિદિન શેકાય છે. છતાં પણ હજું એટલે ખેદની વાત છે કે તું ત્યાં જ આનંદ પામે છે. દારૂડીયો દારૂ પીને ઉન્મત્ત બને અને પછી ગમે ત્યાં પડયો રહે. ઉકરડામાં પણ સૂઈ જાય. ગંદકીમાં પણ સ્વર્ગના સુખનું દર્શન કરે. એવી રીતે મોહના નશામાં માણસ બધું જ ભૂલી જાય છે. જીવનની સાચી મઝા માણવી હોય તો સત્ય જીવન બનાવવું પડશે અને એના દ્વારા જ કલ્યાણ થશે. સાચા હશે એ સૌને પ્રફુલ્લિત બનાવશે ખોટાના રૂપને ય સુશોભિત બનાવશે અત્તરના બિંદુ જ પડશે કાગળના ક્લ પર માનવ, એને પણ એ સુવાસિત બનાવશે. ગ્રન્થકારશ્રી જણાવે છે કે આ કાળ - (સમય) એ જાદુગર છે. સંસારના જીવોને સુખ સમૃદ્ધિની લાલચ આપે છે. લલચાવે છે, અને પછી એકાએકબધું સમેટી લે છે. બાળકની જેમ માણસને (આત્માને) આ કાલબટુક ઠગે છે. માણસ બધું જ ઊભું કરે છે મોટું સામ્રાજ્ય એકઠું કરે છે ગાડી-વાડીને લાડી મેળવે છે. અફસોસ એ છે કે ક્ષણવારમાં જ આયખુ પૂરું થઈ જાય છે અને હાથમાં કશું જ આવતું નથી. બધું જ ક્ષણમાં અદ્રશ્ય થઈ જાય છે. ગમે
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy