SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ સારી દુનિયા એક પ્રકારનું સ્ટેજ છે તેમાં જીંદગીનું નાટક ભજવાય છે. માણસ એટલે કે જીવાત્મા એકટર છે અને ગોડ એટલે કર્મ સમજવું “તે ડાયરેક્ટર છે તે નચાવે તેમ જીવ નાચે છે.” ભવ મંડપમાં રે નાટકનાચીયો. જુદા જુદા અભિનય કરે છે. અનંત કાળથી નાટક થઈ રહ્યું છે. વળી મનુષ્ય જન્મ માં પણ પહેલા શૈશવદશા પછી મદોન્મત તારુણ્ય દશા અને છેલ્લે દુર્જય જરાથી જર્જરિત બની જઈએ છીએ અને પછી છેવટે મોતના મુખમાં ધકેલાઈ જઈએ. આ સંસાર ભાવના ભાવતી વખતે નીચેની નવી બાબતોનો રોજ વિચાર કરો - મોહ રણની સતામણી. - સંસાર બિહામણો છે. - તમામ સંબંધો અધૂરા છે. અથવિહિન છે. - કદમ કદમ ઉપર પરેશાની આવે છે. - સંપત્તિમાં અભિમાન અને નિર્ધનતામાં દીન પણ. - કર્મ ને આધિન જીવન છે. - દરેક જન્મમાં નવા-નવા રૂપો ધારણ કરવા પડે છે. - સંસાર એક પ્રકારની નાટયશાળા છે. - બાલ્યત્વ, યુવાવસ્થા-વૃદ્ધત્વ અને મૃત્યુ આવે છે. આ પ્રમાણે વિચાર કરીને સંસારની ભયાનકતાને સમજવી અને દેવગુરુ-ધર્મના શરણે જવું. व्रजति तनयोऽपि ननु जनकतां, तनयतां व्रजति पुनरेष रे। भावयन्विकृतिमिति भवगतेस्त्यजतमां नृभवशुभशेष रे॥५॥क्लय० ॥ यत्र दुःखार्ति गददवलवैरनुदिनं दासे जीव रे। हन्त तत्रैव रज्यसि चिरं मोहमदिरा मद क्षीब रे ॥६॥ कलय० ॥ दर्शयन् किमपि सुख वैभवं संहरंस्तदथ सहसैवरे विप्रलम्भयति शिशमिव जनं कालबटुकोऽयमत्रैव रे ॥७॥क्लय० । सकल संसारभयभेदकं जिनवचो मनसि निबधान रे विनय परिणमय निःश्रेयसं विहित शम रस सुधा पान रे ॥८॥ શાન્તસુધારસ ગ્રન્થમાં ત્રીજી “સંસાર ભાવના” નું વર્ણન ચાલી રહ્યું S
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy