SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ અશરણ ભાવના બચાવનાર નથી, આ એની અશરણતા છે. उद्यत उग्ररूजा जनकायः, कः स्यात्तत्र सहाय :। एकोऽनु भवति विधुरुपरागं विभजति कोऽपि न भागम् । विनय ! विधीयतां रे श्री जिनधर्म : शरणम् ॥७॥ શરીરમાં જયારે ઉગ્ર રોગો આવી જાય છે ત્યારે તેને સહાયક કોણ બને છે? જયારે ગ્રહણ થાય ત્યારે એની પીડા એકલો ચન્દ્ર જ અનુભવે છે. એ સમયે એમાં કોઈ ભાગીદાર બનતું નથી. ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે, આકાશમાં જ્યારે ચન્દ્રગ્રહણ થાય, ત્યારે તારા-નક્ષત્ર આદિ પણ ત્યાં હોય જ છે, પણ એ ગ્રસિત થતા નથી. ગ્રહણ તો ચન્દ્રને જ લાગે. તેવી જ રીતે તમે સમૃદ્ધશાળી હો. શક્તિશાળી હો, પણ જ્યારે શરીરમાં રોગ આવે ત્યારે મોટા ડૉ. કે વૈદ્યોને બોલાવો તો પણ તે સહાયક નહીં બની શકે! જ્યારે ઉગ્ર રોગો વડે શરીર ઘેરાઈ ગયું હોય ત્યારે કોઈ સહાય કરનાર મળતું નથી. સુખમાં ૧૦૦ જણા પુછનાર મળશે પણ દુઃખમાં કોઈ આવશે નહિ. લાખો રૂા. ખરચવા છતાં રોગ નાબુદ થતો નથી. રોગથી છેવટે જીવ દુઃખીદુઃખી બની જાય છે. મોટી-મોટી હોસ્પિટલમાં જીવ મોટા પ્રસિદ્ધ ડૉક્ટરને બતાવે તો પણ રાજરોગો ને તમે કાબૂમાં લઈ શક્તા નથી. ત્યાં જીવ અસહાય અને અશરણ છે. આવા જીવનમાં શરણભૂત એકમાત્ર જિનધર્મ જ છે. માટે હે વિનય ! તું જૈન ધર્મના શરણે જા. એજ તારો ઉદ્ધાર કરશે. शरणमेकमनुसर चतुरंगं परिहर ममता संगम् । विनय ! रचय शिव सुख निधानं शान्तसुधारसपानम् विनय ! विधीयतां रे श्री जिनधर्म : शरणम् अनु संधीयतां रे शुचितर चरण स्मरणम् ! ॥८॥ શાન્તસુધારસ ગ્રન્થની અશરણભાવનાની સમાપ્તિ કરતાં વિનય વિજયજી મહારાજ કહે છે કે તું એક માત્ર ચાર શરણને અનુસર અને
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy