SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ ૧૦૭ છે. એનો ત્યાગ કરીને અન્યની-સંન્યાસાશ્રમની ઈચ્છા કેમ કરો છો ? હે રાજન, ગૃહ્સ્થાશ્રમમાં રહીને પૌષધવ્રતમાં રત રહો !’ નમિરાજર્ષિએ જવાબ આપ્યો : मासे मासे उजो बालो, कुसग्गेणं तु मुंजए । न सो सुअकरवाय धम्मस्स, कलं अग्धई सोलसिं ॥ હે બ્રાહ્મણ, કોઈ અજ્ઞાની મનુષ્ય એક એક મહિનાના ઉપવાસના પારણે અતિ અલ્પ આહાર ગ્રહણ કરતો હોય, છતાં પણ તે તીર્થંકર પ્રણિત મુનિધર્મના સોળમા ભાગ સમાન પણ ન હોય ! તીર્થંકરોએ મુનિધર્મને જ મુખ્યરૂપે મુક્તિમાર્ગ બતાવ્યો છે - ગૃહસ્થાશ્રમને નહીં.’ ઈન્દ્રે કહ્યું : ‘હે રાજન, સોનું, મણિ, મોતી, મૂલ્યવાન વસ્ત્રો, વાહન, ધનભંડાર ઈત્યાદિની વૃદ્ધિ કરીને અણગાર બનજો.’ નમિરાજાએ કહ્યું : सुवण्णरूपस्स, उपव्वया भवे, सिआ हु केलाससमा असंखया । नरस्स बुद्धस्स न ते हि किंचि ईच्छा हु आगाससमाअणंतिया ॥ ‘હે બ્રાહ્મણ, મેરુ પર્વત જેવા સોના-ચાંદીના અસંખ્ય પહાડ મળી જાય, તો પણ તૃષ્ણાતુર મનુષ્યને અલ્પ પણ સંતોષ થતો નથી, કારણકે ઈચ્છા આકાશ સમાન અનંત હોય છે. ’ એટલું જ નહીં. पुढवी साली जवाचेव हिरण्यं पसुभिस्सइ । पडिपुण्णं नालमेगस्स, इ इ विज्जा तवंचरे ॥ હે બ્રાહ્મણ, ભૂમિ, જવાદિ ધાન્ય, સોનું વગેરે ધનસંપત્તિ, પશુ આદિ વૈભવ એક જીવાત્માની ઈચ્છાપૂર્તિ માટે પર્યાપ્ત નથી, એવું સમજીને બાર પ્રકારનું તપ કરવું જોઈએ. ઈન્દ્રે કહ્યું : ‘હે રાજન, આશ્ચર્યની વાત છે કે આપ વિદ્યમાન અદ્ભૂત ભોગોનો ત્યાગ કરીને અવિધમાન સ્વર્ગનાં સુખોની ચાહના કરો છો. અપ્રાપ્ત ભોગોની અનંત ઈચ્છાઓથી હત-પ્રહત થઈ રહ્યા છો. તમે વિવેકી છો. અપર્યાપ્ત ભોગોની ઈચ્છાથી પ્રાપ્ત ભોગોનો ત્યાગ ન કરવો જોઈએ.’ નમિરાજર્ષિએ કહ્યું ઃ મછામા, વિતંત્રમા, ગમા, आसीवसोवा 1
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy