________________
૧૧૮
અન્યત્વ ભાવના
પણ,
અંતરના વિષયો કેટલા ઘસાયા?
બાહ્ય-વૈષયિક આકર્ષણો ને ઘટાડવા માટે જડ અને ચેતન વચ્ચેનું ભેદ જ્ઞાન મેળવવું પડશે. આજે એક જમીનના ટુકડા માટે ભાઈઓ ઝઘડશે પણ બે ભાઈઓ માટે ક્યારે જમીનનો ટુકડો ઝઘડતો નથી.
તિજોરીમાં પડેલ દાગીના માટે સાસુ-વહુ-દેરાણી જેઠાણી ઝઘડશે પણ કોઈ દિ તમે એવું સાંભળ્યું કે સાસુ-વહુ માટે અંદર પડેલ દાગીના ઝઘડયાં હોય?
માટે જ જડ પદાર્થો પ્રત્યેના મોહને ઓછો કરો. જે જડ છે તે પરાયું છે અને જે પારકું છે તે કોઈ દિવસ પોતાનું થવાનું નથી. માટે પરાયા પ્રત્યે કોઈ આકર્ષણ ન જાગવું જોઈએ. જે માણસ પરાયા ને પોતાનું માને છે. તે મિથ્યા દ્રષ્ટિ છે. આપણે સમ્ય દ્રષ્ટિ મેળવવી છે.
જડ અને ચેતનનુંબિનપણું જણાઈ આવશે ત્યારે આત્મા જડપદાર્થોમાં મોહ નહિ પામે. મેં દરેક પદાર્થોને જ્ઞાન દ્રષ્ટિથી નિહાળશે.
એટલેજ કહ્યું છે કે જાની મહેલાં રહે પણ તેના
મનમાં મહેલ ન હોય બસ એ જ પ્રમાણે ભોજન, સ્વજન, સંપત્તિ વગેરે બાબતમાં ચિંતન કરવું
“સંસારમાં રહેવાની છૂટ પણ રમવાની છૂટ નહિ”
રહેવાનું કામ તન કરે રમવાનું કામ મન કરે. મનને કોઈ ભૌતિક પદાર્થોમાં જોડે નહિ તે જ્ઞાની. માટે આવું વિશિષ્ટ જ્ઞાન મેળવવું જરૂરી છે.
“સંપત્તિ અને સાધનોથી ભલે સંપન્ન હોય પણ જ્ઞાન વગર તે સમૃદ્ધ નથી. સંપન્ન કોઈ પણ હોઈ શકે છે. સમૃદ્ધ તો જ્ઞાની જ હોય.”
“જગતને આંજી નાખે તે જ્ઞાન નથી પણ જીવન અને જીગરને માંજી નાખે તે જ્ઞાન છે.”
આપણે સત્ય જ્ઞાનનો પ્રકાશ મેળવી આત્મા સાથે ઐક્ય સાધીએ. જ્યાં લગી આધ્યાત્મિકતા નહિ આવે ત્યાં સુધી કલેશ-કંકાશ, ઝઘડા હિંસા ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ, અશાન્તિ આદિ જીવનમાં વધ્યા જ કરવાના.