SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ ૧૨૭ માનવી ધનને પણ પોતાનું ગણે છે, ધન પાછળ પાગલ બને છે. પણ ધનથી સુખ મળે છે તે ભ્રામક માન્યતા છે. નથી મળવાની ખુશી સંપત્તિમાં, આ મોજાઓ રડીને કહે છે જગતને ભીતર માંહે મોતી ભર્યા છે છતાંય સમંદરના જીવન માાં થઈ ગયા છે. પૈસો કમાવવા, કમાયા પછી સાચવવામાં માણસ કેટલો પુરૂષાર્થ કરે છે એના પ્રત્યે આસક્તિ રાખે છે અને પૈસાને જ સર્વસ્વ ગણે છે. પૈસા માટે અન્યાય અનીતિ અને દંભ આચરવાનું કામ કરે છે. પૈસા માટે માણસ મા-બાપ-પુત્રાદિને પણ તરછોડે છે. એટલે જ કહ્યું હશે. જનમ જનમાકા પ્યાર ભી અંગાર બન જતા છે. દોસ્ત ભી દુશમન કા તરફદાર બન જાતા હે. હદિસા કછ ઐસા હોતા હૈ જબ પાસ સે નહિ હોતે. બેટે અપને બાપા ગાર બન જાતા હૈ. અર્થવાસના ભયંકર કોટિની છે. મમ્મણશેઠને સાતમી નરકમાં લઈ જનાર આ આસક્તિભાવ જ છે. માટે અનાસક્ત બનવું. જે અહિંનું છે તે અહિં જ રહી જવાનું છે. માટે આત્માનું સાચું ધન જે જ્ઞાન-દર્શન અને ચારિત્ર છે તેને બરાબર ઓળખી.. એ ધન મેળવવા તું પ્રયત્ન કર. તે જ શાશ્વત છે. અને તે જ પરમ આનંદનું કારણ છે. અહીંનું ધન ક્યારે ચાલ્યું જશે એની ખબર પડશે નહિ માટે ધનથી આત્મા અન્ય છે એવું ચિંતન સદા કરતો રહેજે. પુત્ર-ઘર સવજનાદિ...! જેમ આત્મા શરીરથી ભિન્ન છે તેમ પુત્ર-પન્યાદિ સ્વજન-પરિવાર પણ આત્માથી ભિન્ન છે. માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઈ બહેન આ બધા જ સંબંધોની જાળ વિકસતી જાય છે. એમાં સ્વાર્થ, દ્વેષ અને નિંદા પણ ભળે છે. અરસ-પરસ સ્નેહ અને સદ્ભાવથી રહેવાના બદલે ઝઘડા અને કંકાસનું વાતાવરણ ખડું થઈ જાય છે. વિચારભેદ અને મતભેદના કારણે પરિવાર ખંડિત બની જાય છે.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy