________________
૪૬
- - અશરણ ભાવના
આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજ સૌ પ્રથમ ચક્રવર્તીની વાત કરે છે. જે છ ખંડનું આધિપત્ય ભોગવે છે. હજારો વર્ષનું આયુષ્ય હોય છે તેમનું દરેક અવસર્પિણી કે ઉત્સર્પિણીમાં ૧૨ ચક્રવર્તી થાય છે. દરેકનું આયુષ્ય કાળમર્યાદા અનુસારે હોય છે. બાકી ઋદ્ધિ-સમૃદ્ધિ એક સરખી જ હોય છે. હા... બલમાં અને વિજય પ્રાપ્તિના સમયમાં ફેરફાર હોઈ શકે છે.
ચક્રવર્તિએટલે અતુલપરાક્રમી કહેવાય.દેવતાઓ પણ એમની સેવામાં હાજર હોય છે. એક બાજુ ચક્રવર્તિની તમામ સેના હોય જેમાં હાથી-ઘોડા પાયદળ બધું જ આવી જાય અને એક બાજુ ચક્રવર્તિ એકલા જ હોય તો બન્નેમાંથી ચક્રર્વર્તિનું બળ ચડી જાય છે. આવા અદ્વિતીય પરાક્રમશાળી હોય.
વળી ચક્રવર્તિની ઋદ્ધિનો કોઈ પાર ન હોય. સર્વત્ર એમની આણ ચાલતી હોય. પ્રચંડ પુણ્ય લઈને ૧૪ સ્વપ્ન સૂચિત જેઓ અવતાર પામ્યા હોય. એમની સમૃદ્ધિ પણ કેવી છે તે સાંભળો.
છ ખંડનું આધિપત્ય. ૧૪ રત્નોના માલિક.. (આ ચૌદ રત્નોની જુદી જુદી વિશેષતાઓ હોય છે.) નવ નિધાન, ૧૬૦૦૦ યક્ષો સેવામાં હાજર રહે, ૩૨૦૦૦ મુગટબદ્ધ રાજાઓના જે સ્વામિ હોય. ૬૪૦૦૦ રાણીઓ હોય ૧ રાણી જોડે બે વારાંગનાઓ હોવાથી કુલ ૧ લાખ ૯૨ હજાર પત્નીઓ કહેવાય. તેના સૈન્યમાં ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૮૪ લાખ ઘોડા તેમજ ૧૮ કરોડમોટા અશ્વો, ૯૬ ક્રોડપાયદળ, ૩૨૦૦૦નાટકો, ૩૨૦૦૦ દેશ, ૯૬ ક્રોડ ગામ ૮૦હજાર પંડિતો અને ૧૪૦૦૦બુદ્ધિનિધાન મંત્રીશ્વરો એની પાસે હોય છે. તેમજ ૧ કરોડ ગોકુલનો તે સ્વામિ હોય. ૧ ગોકુલમાં ૧૦,૦૦૦ગાયો સમજવાની. ૩૬૦ મુખ્ય રસોયા તેના રસોડામાં કામ કરે અને દરરોજનું ૪ કરોડ મણ અનાજ રંધાય. ૧૦ લાખ મણ મીઠું વપરાય વિચારજો ૧૦લાખમણ મીઠું રોજ વપરાય તો કેટલી રસોઈ બનતી હશે? આવી તો અનેક પ્રકારની એની સમૃદ્ધિ છે. છેવટે આવા ચક્રવર્તિની પણ શું દશા!
જ્યારે અંત સમય નજીક આવે ત્યારે કોઈ એને બચાવી શકે તેમ નથી. સુભૂમ ચક્રવર્તી સમુદ્રમાં જ ડૂબી ગયો ને મરીને સાતમી નરકે ઉત્પન્ન થયો. ચક્રવર્તિ માટે એવો નિયમ છે કે ચારિત્ર લીધા વગર જો મરણ પામે તો સાતમીએ જ જાય.
વળી સુરપતિ ઈન્દ્રમહારાજા પણ સમર્થ શક્તિશાળી હોય છે. મેરૂને દંડ કરી શકે અને ધરતીને છત્ર કરે એટલી તાકાત ઈન્દ્રમાં હોય છે. તે ઈન્દ્રોને