________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૬૭
કષાય પર વિજય, જીવો પર અનુકંપા દાન, સરાગ સંયમ, કંઈક સંયમ, કંઈક અસંયમ (સંયમાસંયમ) બાલતપ ઈત્યાદિ શાતા વેદનીય કર્મના આશ્રવો
જાણવા.
દર્શન મોહનીય :- કેવળી, શ્રુત, સંઘ અને ધર્મનો અવર્ણવાદ બોલવો, ઉન્માર્ગની દેશના આપવી તથા મિથ્યાત્વ ઈત્યાદિ દર્શન મોહનીયના આશ્રવો
જાણવા.
ચારિત્ર મોહનીય ઃ- કષાયના ઉદયથી આત્માનાં તીવ્ર પરિણામ પૂર્વક હાસ્ય વિગેરે દ્વારા વિષયોની વિષમતાથી અને આકર્ષણાદિ વડે ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે.
નરકનું આયુષ્ય :- બહુઆરંભ સમારંભ, પરિગ્રહ રૌદ્રધ્યાન, પંચેન્દ્રિય જીવની હિંસા, આ નરકઆયુના આશ્રવો જાણવા.
તિર્યંચ આયુષ્ય :- ગુઢ હૃદય, માયા શલ્યસહિતપણું, અને શઠ પણું વિગેરે તિર્યંચ આયુષ્યના કારણો છે.
મનુષ્યનું આયુષ્ય :-પ્રકૃતિથી અલ્પ કષાયો, દાનમાં રૂચિ અલ્પારંભ, અલ્પ પરિગ્રહ, મૃદુતા અને સરળતા ઈત્યાદિ મધ્યમગુણો, મનુષ્યાયુ : ના આશ્રવો છે.
દેવનું આયુષ્ય :- સરાગ સંયમ, અકામ નિર્જરા, સંયમાસંયમ, ઈત્યાદિ દેવના આયુષ્યના કારણો જાણવા.
અશુભ નામકર્મ :- મન વચન કાયાની વક્રતા, કપટપણું અશુભ નામ કર્મના આશ્રવો જાણવા.
શુભ નામકર્મ :- સરળતા, નિરભિમાની પણું. ઈત્યાદિ શુભનામકર્મના આશ્રવો જાણવા.
તીર્થંકર નામ કર્મ :- દર્શન વિશુદ્ધ, વિનય સંપન્નતા શીલ-સદાચાર, જ્ઞાન, સંવેગ, ત્યાગ, તપ, સંઘસમાધિ, વૈયાવચ્ચ, અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચનની ભક્તિ, આવશ્યક ક્રિયાઓ શાસનની પ્રભાવના અને પ્રવચન પ્રત્યે વાત્સલ્યતા ઈત્યાદિ તીર્થંકર નામ કર્મના આશ્રવો જાણવાં.
ઉચ્ચ ગૌત્ર ઃ- અભિમાન રહિત પણું, ગુણો વડે અલંકૃત, નિરંતર જિન ભક્તિ, ઉચ્ચગોત્ર કર્મનો બંધ કરાવે છે. તેનાથી વિપરીત તથા પરનિંદા અને આત્મપ્રશંસા નીચગોત્ર કર્મનો બંધ કરાવે છે.