SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ સંસાર ભાવના પારણામાંથી મશાનના બારણા સુધી એની હલૂમત. કાળર્ન કોઈ દિવસ કોઈનું પણ સૂતક લાગતું નથી... આવા મહાકાળની ગર્તામાં માણસ ક્યાંય ફેંકાઈ જશે !! જિનવાણી સમલાની ખાણી. પાપ, મોહમદિરાઅનેમહાકાળની ત્રિપુટીથી બચવા શું કરવાનું? શું પ્રયત્ન કરવાનો? ગ્રન્થકારશ્રી સ્વયં જણાવે છે કે.... જિનવાણી એ જ ઉપાય છે. “સકલ સંસાર ભયભેદક” અસાર, નિસાર, ક્ષણિક, દુઃખમય અને પાપમય એવા આ સંસારમાં સેંકડો ભય છે. જીવને ક્યાંય શાન્તિ નથી. સંસાર એટલેજ દુખ, ચિંતાની ખાણ. આવુ ચિંતન કરતાં સંસાર પ્રત્યે જીવને તિરસ્કાર જાગે વૈરાગ્ય ભાવ પુષ્ટ બને એ વખતે જિનવાણી આત્મામાં ઠંડકનું આરોપણ કરે. જિનવચન એ જીવનમાં ખૂબજ અગત્યનો ફાળો આપે છે. જો જીવન માં જિનવાણી ન હોય તો જીવ ક્યાંય ભટકતો હોત. માટે જ જિનવચનનો આદર કરવો જોઈએ. મહાપુણ્યનો ઉદય હોય તો જ જિનવચન મળે છે. શાસ્ત્રમાં કેટલાય દષ્ટાંતો જિનવચનના પ્રભાવના આવે છે. રોહિણેય ચોર મુનિ બન્યો, શ્રેણીક તીર્થકર બનશે. ઈન્દ્રભૂતિપ્રથમ ગણઘર બન્યા. નયસાર ને સમ્યકત્વ મળ્યું. આવા અનેકાનેક દાખલાઓ જિનવાણીનો પ્રભાવ બતાવે છે. વીતરાગ પરમાત્મા જે ઘોર અખંડ સાધના કરે છે. તેના માહાભ્યથી તેમની વાણીનો રણકાર કંઈક જુદો જ હોય છે. ઉપદેશમાળામાં વાણીના આઠ ગુણો બતાવ્યા છે મધરતા -દરેકને ગમી જાય એવી મીઠી મધુર હોવી જોઈએ. નિપુણતા :-ચતુરાઈ યુક્ત હોય યુક્તિ સંગત વાળી. અલ્પતા -અલ્પ માત્રામાં ખપ પુરતી જ બોલવી. શકારણતા - કારણ વગર બડબડ કરવું નહિ. નમ્રતા -નમ્રપણે ઉચ્ચારાયેલ. અતુચ્છતા-ગંભીર અર્થવાળી, તુચ્છ નહિ. બુદ્ધિયુક્તા:- બુદ્ધિ સંગત હોય અને ધર્મ સંરકતા - ધર્મવાળી હોય. વીતરાગ પરમાત્માની વાણી ઘર-ઘર અને ઘટ-ઘટમાં ફેલાઈ જાય છે.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy