SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ અશરણ ભાવના કોઈ જ નહિ. વૈરાગ્યશતક ગ્રન્થમાં લખ્યું છે કે “તિનિજણા અણુલગ્નિ રોગો અ જરા અમથ્ય અ” તારી પાછળ ત્રણ શત્રુ પડયા છે. રોગ, જરા અને મરણ-એક શત્રુથી પણ બચવા માટે આપણે સતત પ્રયત્ન કરીએ છીએ ત્યારે અહિં તો એક સાથે ત્રણ શત્રુઆપણી પાછળ પડયા છે. જીવની જબરજસ્ત અશરણતા છે, કે આ શત્રુથી એને બચાવનાર કોઈ નથી. સંસારમાં જીવ અશરણ-અનાથ છે. ઉગ્ર રોગ. વૃદ્ધાવસ્થા કે મરણ સામે તો અશરણ ખરો જ પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો શ્રેણીક રાજા આગળ અનાથિ મુનિ જીવની અનાથ દશા બતાવે છે... જે જીવાત્મા પરમાત્મા અરિહંતની, સિદ્ધ ભગવંતની, સાધુ પુરૂષોની કે કેવલિ પ્રણિત ધર્મની અવજ્ઞા કરે છે તેમની આજ્ઞા માનતો નથી, તેમના પ્રત્યે શ્રદ્ધા નથી રાખતો એ અનાથ-અશરણ છે. • જે જીવાત્મા ચાર કષાયોને પાપ માનતો નથી. ક્રોધ-માન-માયા-લોભ કરતો રહે છે તે અશરણ છે. • જે જીવાત્મા હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહમાં લીન રહે છે, આ પાપોના ત્યાગની ભાવના રાખતો નથી તે અનાથ અશરણ છે. જે જીવાત્મા મન-વચન-કાયાના અશુભ યોગોમાં, પાપકર્મોમાંપ્રવર્તિત રહે છે, શુભ યોગોમાં પડતો નથી તે અનાથ અશરણ છે. જે જીવાત્મામાયાશલ્યનિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્યનો ત્યાગ કરતો નથી, રસગારવ, ઋદ્ધિ ગાર, શાતા ગારવમાં લીન રહે છે તે અનાથઅશરણ છે. જે જીવાત્મા જ્ઞાન-દર્શન-ચારિત્ર વિરાધના કરતો રહે છે અને આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરે, ધર્મધ્યાન કરતો નથી તે અનાથ અશરણ છે. જે જીવાત્મા પાંચે ઈન્દ્રિયોના વિષયમાં લુબ્ધ હોય છે તે અનાથ અશરણ આવી તો જીવની અનેક પ્રકારની અશરણતા છે માટે જ છે વિનય, જિનધર્મનું શરણું સ્વીકારી લે. અલબત્ત જૈન મુનિ બન્યા પછી પણ યાત્રાનો અંત નથી.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy