________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૩૫ ભાઈ, નણંદ-ભોજાઈ, સાસુ-વહુ, તેમજ બીજા દરેક સંબંધો ક્યારે બદલાઈ જશે, તેની ખબર નહિ પડે એટલે મનને રોજ સમજાવવાનું છે કે આ સંબંધો પરિવર્તન પામવાવાળા છે માટે શોક ન કર. કેમ કે પ્રેમ ભાવ પછી જ્યારે દ્વેષ આવે એટલે ખૂબજ દુઃખ લાગે છે. પણ જો અગાઉથી વિચાર્યુ હોય તો શોક ન આવે.
હવે અહીં ઉપાધ્યાયજી મહારાજ ગેય કાવ્ય દ્વારા જીવને ઉપદેશ આપે છે તે જોઈએ । मूढमुह्यसि मुधा मूढमुह्यसि मुधा विभव मनुचिन्त्य हदि सपरिवारम् । कुश शिरसि नीरमिव जलद निल कम्पितं विनय जानीहि जीवितमसारम् ॥१॥
ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજા શાન્તસુધારસની અનિત્ય ભાવનાના ગેય કાવ્યમાં જાણે પોતાની જાતને ઉદ્દેશીને કહે છે કે (હે વિનય, તું જીવનને અસાર જાણ કેમકે જીવન ક્ષણિક છે. ચંચળ છે. ધાસના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુ જેમ પવનના એક જ ઝાપટે નીચે પડી જાય છે. તેમ કાળરાજાના એક જ ધકે જીવન પણ સમાપ્ત થઈ જશે માટે હે મૂઢ ! હે મૂખ! તું ફોગટમાં જીવન, વૈભવ અને શરીર સ્વજનો પ્રત્યે કેમ મોહ પામે છે. હૃદયમાં જરા વિચાર તો કર આ બધું જ નાશવંત તારું શું કલ્યાણ કરશે ?)
મન-મૂઢ છે મૂર્ખ છે. વિનયવિજયજી મ. પોતાની જાતને મૂઢ કહે છે. કેમકે મૂઢતા વગર ક્ષણિક પદાર્થો ઉપર રાગ ન થાય. ભલે વિનય! સંબોધન કરે પણ આપણી જાત માટે પણ આપણે એજ સમજવાનું છે. જે ક્ષણિક છે જે ચંચળ છે તેની સાથે મમત્વ બાંધવું તે મૂઢતા જ છે ને? વિચારજો સંસારના પ્રત્યેક પદાર્થોની સ્થિતિ...! બંગલા ઉપર રાગ છે ને? ક્યાં સુધી બંગલો રહેશે, એક વાત ધ્યાનમાં રાખજો કે “તમારી વિદાય થતા કદાચ બંગલો ભલે ન બદલાય પણ તમારી નેઈમપ્લેટ તો જરૂર બદલાઈ જશે.”
જે પદાર્થો જે વ્યક્તિઓ વચ્ચે વસવાટ છે. રાત દિવસ કાઢવાના છે. સતત સંપર્ક રાખવાનો છે. એજ પદાર્થો ઉપર મમત્વ નહિ, વિશ્વાસ નહિ, રાગ નહિ આ કામ કંઈ જેવું તેવું નથી. એના માટે મન ને પ્રબુદ્ધ બનાવવું પડે છે. આ કામ અનિત્ય ભાવનાના સહારે કરવાનું છે.
શાન્તસુધારસ જેવા મહાન ગ્રન્થમાં જીવનનું પરિવર્તન કરવાની તાકાત