SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ કારણે જીવ આર્ત-રૌદ્ર ધ્યાન કરે છે. ચાર પ્રકારના આર્તધ્યાન બતાવ્યા છે - ઈષ્ટનાશ :- પ્રિયવસ્તુનો વિયોગ થશે અથવા નાશ પામશે તો શું કરીશ? ઈત્યાદિ ચિંતા કરવી. અનિષ્ટ સંયોગ:-અનિષ્ટ વ્યક્તિ કે પદાર્થોનો સંયોગ થયો અથવા થશે તો શું કરીશ..? વિ. ચિંતા કરવી. રોગ પ્રતિકાર :- તબિયત બગડશે કે રોગ ઉત્પન્ન થશે તો. શું કરીશ? તથા દવા, ડૉ. ઉપચાર આદિની ચિંતા. આગામી ચિંતા -મારું થશે? શાના ઉપર મારો ગુજારો ચાલશે? મને કોઈ સહાય કેવી રીતે મળશે? ઈત્યાદિ ચિંતા. આ આર્તધ્યાનના પ્રકારો છે આની જેમ જ રૌદ્રધ્યાનના પણ ચાર પ્રકાર બતાવ્યા છે. એ પણ સંક્ષેપમાં સમજાવી દઈએ જેથી જીવ આર્તધ્યાન રૌદ્રધ્યાનથી મુક્ત બની શકે. રોદ્રધ્યાનના ૪ પ્રકાર હિંસાનુબંધી -બીજાને મારવાનો વિચાર. દુઃખદેવાનો વિચાર કરવો. મૃષાનુબંધી - જૂઠ બોલવાનો, છેતરપિંડી કરવાનો અથવા કોઈ ઉપર આરોપ-આક્ષેપ કરવાનો વિચાર, ચૌચાંનુબંધી -પરધન લેવાનો, કોઈની ચીજવસ્તુ ઉપાડવાનો કે ચોરી કરવા-કરાવવાનો વિચાર કરવો તે. પરિગ્રહાનુબંધી -ધન કેમ વધે? ધન મેળવવા શું કરવું? તેમજ લોભ તૃષ્ણા આદિનો સતત વિચાર કરવો તે. આ પ્રમાણે મિથ્યાત્વને બરાબર જાણીને છોડવા માટે કટિબદ્ધ બનવું જોઈએ. મિથ્યાત્વ જાય એટલે એવા પ્રકારનો વિચાર આવે કે.. “સંસાર એ કંસાર નથી પણ ભંગાર છે.” બીજા આશ્રવનું નામ છે - અવિરતિઃ અવિરતિ આશ્રવ વડે કોઈપણ પ્રકારનું નાનું-મોટું વ્રત લેવાની ઈચ્છા થતી નથી કે ઉત્સાહ જાગતો નથી. નિયમ વગરનું જીવન તો વ્યર્થ છે. એમ કહેવાય છે. કે “નાથ વગરનો બળદ નેનિયમ વગરનો મરદ"બેય સરખા.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy