SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૭૯ શાન્ત સુધારસવિવેચન - ભાગ-૧ પરમાલામી દેવો પણ જો તેની વેદના આપે છે. અતિ તમ લોઢાની પૂતળીઓ સાથે જીવને આલિંગન અપાવે છે. - તપાવેલા સીસાનો રસ પીવડાવે છે. - ગરમ ગરમ તેલથી સ્નાન કરાવે છે. - ભડભડતી આગમાં નાખે છે. - ભાલાથી વધે છે. - ઘાણીમાં પીલે છે. - કરવતથી વેહરે છે. - ગરમ ગરમ રેતીમાં ચાલવાની ફરજ પાડે છે. - વાઘ-સિંહ જેવા રૂપો કરી ડરાવે છે. - કૂકડાની જેમ પરસ્પર લડાવે છે. - તલવારની ધાર જેવા અસિપત્ર વનમાં ચલાવે છે. - હાથ-પગ-કાન-આંખ વિગેરે અંગ-ઉપાંગને કાપી નાખે છે. આમ અતિ દુઃખ આપે છે. છતાં તે જીવો આત્મહત્યા કરીને મારી શક્તા પણ નથી જ્યારે આયુષ્ય સમાપ્ત થાય ત્યારે જ મરે છે. વળી તેમને ૫૦૦-૫૦૦ જોજન ઊંચા ઉછાળે છે. આવી રીતે નરકમાં પારવગરના દુઃખો છે. આપણો આત્મા ચારે ય ગતિમાં જઈ આવ્યો છે. ભગવાન મહાવીરને ગૌતમસ્વામિએ પ્રશ્ન કર્યો કે હેમંતે, નરક કેટલી છે?જવાબ સાત. પ્રશ્ન- મારો આત્મા નરકમાં કેટલીવાર જઈ આવ્યો છે? હે ગૌતમ તારો જ નહિ મારો પણ આત્મા સાતેય નરકમાં અનંતીવાર જઈ આવ્યો છે. પ્રભુનો આ જવાબ હતો. स्वजन तनयादि परिचय गुणै- रिह मुधा बध्यसे मुढ रे प्रतिपदं नवनवैरनुभवैः परिभवैरसकृदुपगूढ रे ॥२॥ धटयसि क्वचन मदमुन्नते : क्वचिदहो हीनता दीन रे। प्रतिभवं रूपमपरापरं वहसि बत कर्मणाधीन रे ॥३॥ जातु शैशव दशापरवशो जातु तारुण्य मदमत्त रे। जातु दुर्जय जरा जर्जरो जातु पितृपति करायत्त रे ॥४॥
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy