SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ કોમળ-મુલાયમ બનાવો, મદ અને માનનો ત્યાગ કરો. મદ આઠ પ્રકારના છે. તેનો ત્યાગ કરવો જોઈએ, મદ કરવાથી કોણ-કોણ દુઃખી થયું તે જોઈએ, જેમ કે.. (૧) જાતિ મદ કરવાથી હરિકેશ મુનિ ચંડાળ કુળમાં ઉત્પન્ન થયા. (૨) કુળમાદ :- અમે આવા, અમારા બાપદાદાએ આવાં આવાં કામ કરેલા એ કુળમદ છે. મરિચિએ પોતાના કુળનો મદ કર્યો તો નીચ ગોત્ર બાંધ્યું અને વારંવાર બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો પડ્યો. () જય મદ - દશાર્ણભદ્ર રાજાએ પોતાની રિદ્ધિનો મદ કર્યો તો ઈન્દ્ર મહારાજાએ તેનું અભિમાન ઉતારી નાખ્યું. . (૩) બળદ - બળનો મદ કરવાથી શ્રેણીક અને વસુભૂતિના જીવો નર્કમાં ગયા. ત્યાં નિર્બળ બનીને અનેક દુઃખો સહન કર્યા. (૪) રૂપમદ - સનતકુમાર મહાન ચક્રવર્તી રાજા હતા. એને શરીર ઉપર ખૂબ મોહ હતો. તેમને તેમના રૂપનો ખૂબજ મદ હતો. તે મદના કારણે તેમના એ રૂપ રૂપના અંબાર શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થયા. (૫) તપ મદ:- તપસ્વીને પણ મદ થઈ જાય છે. અને તેથી તપના ફળને હારી જાય છે. એમાં કુરગડુ મુનિનું (પૂર્વભવનું) દાંત જાણીતું છે. G) શ્રતમદ - વિદ્યાનો મદ, સ્થૂલભદ્રજીએ વિદ્યાનો મદ કર્યો. જેથી ગુરૂએ ચાર પૂર્વનું જ્ઞાન આપ્યું નહિ. ) લાભમદ -છ ખંડના લાભથી મદમાં આવી જઈ સર્વચક્રવર્તીથી મોટો થવા સુભૂમ સાતમો ખંડ સાધવા ગયો. અને લવણ સમુદ્રમાં તેનું વહાણ ડૂળ્યું અને તે મરીને સાતમી નરકમાં ગયો. મૃદુતા ગુણના પ્રભાવથી વડીલો પ્રત્યે વિનય બહુમાન અને ભક્તિ ઉત્પન થાય છે. તેમજ નાનેરા ઉપર વાત્સલ્ય ભાવ જાગે છે. અને અભિમાન કરવાથી સ્વપ્રશંસા થાય છે અને એટલે જ પરનિંદા થાય છે. માટે માર્દવત્તાનો સ્વીકાર કરવો. મૃદુ બનો. હૃદયને કોમળ મુલાયમ બનાવો. માન-અભિમાન હૃદયને કઠોર બનાવી દે છે તમે તમારી નમ્રતાને યથાવત્ રાખવા માટે પ્રયત્નશીલ રહો એ માટે તમે પોતાના દોષો જોતા રહો બીજાના ગુણો જુઓ. * આર્જવ તિ ધર્મનો ત્રીજો ધર્મ છે આર્જવતા. આર્જવતા એટલે સરળતા, સરળ બનો, બાળક જેવી સરળતા જીવનમાં રાખો, કોઈ દિવસ
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy