SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ અશુચિભાવના ઉત્તમ ભાવના દેવકીની હશે એટલે જ કહ્યું છે ને કે “મા મળો તો દેવકી જેવી અને પની મળો તો મયણા જેવી મળજો. સ્મશાને ઊભા રહેલ ગજસુકુમાલને સસરા સોમિલે જોયા. કાળઝાળ ગુસ્સે ભરાયો અરે ! આણે તો મારી દિકરીનો ભવ બગાડ્યો એને દીક્ષા જ લેવી હતી તો શા માટે લગ્ન કર્યા? એવા દુષ્ટ વિચારોથી ગજસુકુમાલના માથે માટીની પાળ કરી એમાં અગ્નિ પ્રગટાવ્યો. તડ તડ માથુ બળવા લાગ્યું છતાં મુનિ સમતા ભાવમાં લીન છે. અગ્નિ કાયના જીવની વિરાધનાની ચિંતા કરે છે. શરીર તો નાશવંત છે. શરીર બળે છે, આત્મા તો શાશ્વત છે. આવા અનાસક્ત ભાવે સ્મશાનમાં ધ્યાનલીન મુનિવરને કેવળજ્ઞાન મળે છે. નિર્વાણ પ્રાપ્ત કરી મોક્ષે પણ પહોંચી જાય છે. માટે જ કહેવાનું મન થાય છે શરીરની સાથે જ રહેલી ચામડી ઉતરી જાય તોય મહાત્માને કંઈ નહિ અને શરીરથી પર રહેલ કપડું બગડે તોય આપણે ગરમ હાય જેવા થઈ જઈએ.” અશુચિ ભાવનાના માધ્યમથી આપણે વિષય અને કામથી વિરકત બનીએ. यदीय संसर्गमवाप्य सद्यो भवेच्छुचीनाम शुचित्वमुच्चै ।। अमेध्ययोने वपुषोऽस्य शौच संकल्प मोहोयमहो ! महीयान् ॥ ४ ॥ इत्यवेत्य शुचिवादमतथ्यं पथ्यमेव जगदेक पवित्रम्। शोधनं सकल दोषमलानां धर्म मेव हृदये निदधीथा :॥५॥ જેના સંપર્કમાં આવનાર પવિત્ર વસ્તુઓ પણ મલિન થાય છે. એવા શરીરમાં પવિત્રતાની કલ્પના કરવી તે મહા અજ્ઞાનતા છે. આ પ્રમાણે શરીરના વિવાદને ખોટો સમજીને હિતકારી એવો ધર્મ જ જગતમાં પવિત્ર છે સકલ દોષ રૂપી મેલને દૂર કરનાર ધર્મને જ હૃદયમાં ધારણ કરો... પવિત્ર પદાર્થોને પણ શરીર અપવિત્ર કરી દે છે. શરીરના સંસર્ગમાં સારા પદાર્થો આવશે તો એ પણ મલિન થઈ જશે. તમે સવારે સફેદ-ચમક્તા શુભ્ર વસ્ત્ર ધારણ કર્યા હશે તે સાંજે પડયે ગંદા થઈ જશે. શું કારણ? બસ
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy