SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શા સુધારસ વિવેચન - ભાગ-૧ લાગે. જ્ઞાનસારમાં કહ્યું છે કે પતિં મૃમીનેમ-પતંગ-ભમરો-માછલી હાથી અનેહરણ આ પાંચેય જીવો એક એક ઈન્દ્રિયોના કારણે વિનાશ પામ્યા. દીવાની જ્યોતથી આકર્ષાઈ પતંગીયુ દીવામાં પડીને બળી ગયું. ચક્ષુ ઈન્દ્રિયના કારણે એનો નાશ થયો. મુક્ત પણે ભમનાર ભમરો ધ્રાણેન્દ્રિયના કારણે કમળમાં કેદ થઈ ગયો અને નાશ પામ્યો. નદી સરોવરમાં ફરનારી માછલી રસનેન્દ્રિયના કારણે જાળમાં ફસાઈને મરી ગઈ. જંગલમાં સ્વેચ્છાએ ફરનાર હાથી સ્પર્શેન્દ્રિયના કારણે બંધનાવસ્થામાં આવ્યો. શિકારી લોકો હાથીને પકડવા માટે મોટા ખાડામાં પુંઠાની હાથણી બનાવી મૂકે. હાથી ત્યાં આવે હાથણી ને જોઈ વિહ્વળ બને અને એના ઉપર પડતું મૂકે છેવટે બંધનમાં આવે એજ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયના કારણે હરણો પણ નાશ પામે છે. જો એક ઈન્દ્રિયથી એક જીવનો નાશ થાય તો જેની પાંચે ઈન્દ્રિયો છૂટી છે એનું પૂછવું જ શું? માટે પાંચે ઈન્દ્રિયોના અસંખ્ય વિષયોથી મુક્ત બની વિવેક શોભા ટકાવી રાખો - એજ શુભાભિલાષા... यस्याशयं श्रुत कृतातिशयं विवेक । पीयूषवर्ष रमणीयरमं श्रयन्ते । सद्भावना सुरलता न हि तस्य दूरे । નોવોત્તર પ્રશમ સૈદ્ય ના પ્રસૂતિઃ - ૬ જેનું અંત:કરણ સમ્યકજ્ઞાનના અભ્યાસથી ઉન્મત્ત બન્યું હોય વિવેક અમૃતની વૃષ્ટિ થી મૃદુ અને શોભિત બન્યું હોય તેને લોકોત્તર પ્રશમ સુખના ફલને આપનાર સભાવના રૂપ સુરલતા દૂર નથી. || ૬ || સદ્ભાવના ક્યાં રહે છે? ઉપાધ્યાયવિનયવિજયજી મહારાજ શાન્તસુધારસ ગ્રન્થમાં એનો જવાબ આપે છે. અંતઃકરણમાં... હા.. માનવીના મનમાં શુભ ભાવનાઓ રહે છે. મન કેવું જોઈએ? સમ્યગુજ્ઞાનના અભ્યાસ થી ઉન્નત... સારું જ્ઞાન-સાચું જ્ઞાન મેળવીને મમળાવવાનું છે. સમજશક્તિ વિક્સાવવાની છે. સજાગ રહીને જીવવાનું છે. મનુષ્યનું મન જ મોક્ષ અને નરકનું કારણ છે. મન: પર્વ મનુષ્ય વર વન્ય પક્ષો : પ્રસન્નચન્દ્ર
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy