SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ૬૭ પાપનું મૂળ લોભ જ હોવાથી લોભ દુઃખ દાયી છે. વળી પણ ઉપાધ્યાયજી મહારાજ સંસારનું વર્ણન કેવી રીતે કરે છે તે આગળની ગાથામાં જોઈએ.. गलत्येका चिन्ता, भवति पुनरन्या तदधिका मनोवाक्ये हा विकृति रति रोषात्तरजस : । विपद् गर्तावर्ते झटिति पतयालो : प्रतिपदं न जन्तो : संसारे भवति कथमप्यति विरति :॥२ આ સંસારમાં મનુષ્યની એક ચિંતા પુરી થાય છે અને બીજી ચિંતા એના કરતાં પણ અધિક થાય છે. મન-વચન અને કાયાની વિકૃતિ થયા કરે. રજોગુણ અને તમોગુણના પ્રભાવે ડગલે પગલે આપત્તિ-વિપત્તિના ખાડામાં પડતા જીવના દુ:ખનો આ સંસારમાં કેવી રીતે અંત થશે? સંસાર એટલે ચિંતાનો સાગર. તમારા માથાના વાળ ગણી શકાય પણ ચિંતાઓ ન ગણી શકાય. સંસારને સાગરની ઉપમા આપવામાં આવી છે. સાગર વિશાળ છે. અગાધ છે. સાથે સાથે વમળ અને તુફાનો છે આ બધું જ સંસારમાં છે. પણ એક વાત એ છે કે.. સાગરને કોઈ પણ જગ્યાથી ચાખો. મુંબઈના કિનારેથી જામનગરના કાંઠેથી કે અમેરિકાના કિનારેથી અથવા વચમાંથી પણ કેવો લાગશે? ખારો જ ને? બસ એવી જ રીતે સંસારને કોઈ પણ એંગલથી જુઓ, ચાખો, ખારો જ લાગવાનો. આ સંસારમાં જીવને કોઈ જગ્યાએ સુખ-મીઠાશ કે આનંદ મળતા નથી. ચારે બાજુ દાવાનળ સળગી રહ્યો છે. આ સંસાર ભડકે બળી રહ્યો છે. “તાવડી ઉપર જેમ શેકેલા શેકાય તેમ સંસારમાં જીવો શેકાઈ રહ્યા છે.” ગલત્યેકા ચિંતા - એક ચિંતા માંડ-માંડ પૂરી થઈ અને ત્યાં અધિક દુઃખ દેનારી બીજી ચિંતા આવી ગઈ. એક કામ સુલઝાવ્યું ત્યાં માથે દુઃખનો ભાર આવી ગયો. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી આધિ- વ્યાધિ-ઉપાધિ રહેવાની જ. જન્મ મરણ ના ફેરા ચાલ્યા જ કરવાના. દાવાનળ સમો આ સંસાર છે અને કહેવતમાં કહ્યું છે કે. “આગ અને પાણીનો કદી વિશ્વાસ કરવો નહિ”
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy