SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર ભાવના બસ એ જ પ્રમાણે સંસારના વિશ્વાસે રહેશો નહિ. જ્યાં તમારી ઈચ્છા મુજબનું કશું જ થતું નથી તે સંસાર છે. જુઓ એની કેટલીક વ્યાખ્યાઓ !!! સમ્ ઉપસર્ગ અને સૃ (સરકવું) ધાતુથી સંસાર શબ્દ બન્યો છે. ૬૮ જોત જોતામાં સરી જાય તેનું નામ સંસાર. ન ચાલવું હોય તોય ઢસડાતા રહેવું પડે તે સંસાર ચારે ચાર ગતિમાં ભ્રમણ કરવું પડે તે સંસાર ચોરાશી-ચોરાશી લાખ યૉનિમાં ભટકવું પડે તે સંસાર જ્યાં આત્મ સ્વરૂપનું વિસ્તરણ થાય તે સંસાર વિભાવ દશાથી ભાવિત બને જ્યાં મન તે સંસાર ભય શૉક આદિ દુર્ગુણોથી ઉભરાતો આત્મા તે સંસાર આત્મ દ્રવ્યમાં કાસઁણ વર્ગણાની ઘુસણખોરી તે સંસાર અન્નાનનો અંધાપો તે સંસાર મિથ્યા દર્શનના ભૂલભૂલામણી તે સંસાર જ્યાં અનંત અપાર શક્તિનો તિÁભાવ તે સંસાર. જે સંસારમાં “પુનરપિ જનનેં પુનરપિ મરણં પુનરપિ જનની જઠરે શયનની પરિસ્થિતિ ચાલ્યા જ કરે છે. કદાચ એક જ વાક્યમાં સંસારનું સ્વરૂપ કહેવું હોય તો એમ કહી શકાય કે.... - “મારે તો સાસુજી સાપણ નણંદી તો વીંછણ પઠાણી જમડાએ લીધો જીવડો...’ બીજી વાત છે મન-વચન -કાયાની વિકૃતિ.. મનના વિકારો એટલે ખરાબ વિચારો. વચનના વિકારો એટલે ખરાબ ઉચ્ચારો. કાયાના વિકારો એટલે ખરાબ આચારો. સતત મન-વચન. કાયાના વિકારો માણસને સતાવ્યા કરે છે. એની વિકૃત્તિ ઉપર ઘેરું ચિંતન કરવાનું છે. ત્રીજી વાત બતાવે છે.. ડગલે-પગલે સંસારમાં આપત્તિ.. તમે જરા વિચારો કે એવી કઈ તમારી ક્ષણ ગઈ કે જેમાં તમે દુઃખી ન બન્યા. પ્રત્યેક 99
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy