SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ આશ્રવ ભાવના નામના ચાર આશ્રવો બતાવ્યા છે. આશ્રવો દ્વારા પ્રતિ સમય કર્મ બાંધતાં જીવો ભ્રમણાના કારણે જગતમાં ભટકે છે. ૩ પાંચ ઈન્દ્રિયો, પાંચ અવત, ચાર કષાય અને ત્રણ યોગ તેમજ ૨૫ અસત્ ક્રિયા મળી કુલ ૪૨ ભેદ આશ્રવના થાય છે. ૪ મિથ્યાત્વાદિ ચાર આશ્રવો મુખ્ય છે. તેના ૪૨ પેટા ભેદો છે. આ આશ્રવથી જીવ સંસારમાં ભટકે છે. આ ગ્રન્થની શરૂઆતમાં “પંચશ્રવાક્બોઘરે” કહી પાંચ આશ્રવની વાત કરી હતી. અહિં ચારની કરે છે. કેમકે પ્રમાદને અવિરતિ ગણી લીધો છે. પણ પેટાભેદમાં જે અસલ્કિયાનો ઉલ્લેખ કર્યો છે તે પ્રમાદના ભેદો જ છે. એમ જાણવું. - મિથ્યાત્વા:-વસ્તુતત્વ ઉપર અશ્રદ્ધા-વિપરિત માન્યતા,તેમિથ્યાત્વ કહેવાય. જે વસ્તુ યથાર્થ હોય તેમાં પણ શંકા કરે, સત્ય વસ્તુનું દર્શન થવા ન દે તેમજ સમક્તિથી જે વિપરીત છે. કર્મબંધનું મુખ્ય કારણ છે. અને પહેલે ગુણ સ્થાનકે જેનો બંધોદય હોય છે. અવિરતિ -બીજો આશ્રવ છે અવિરતિ, અવિરતિ એટલે અસંયમ, જેમાં દોષથી વિરમણ એટલે અટકવાપણું ન થાય. દોષ અને પાપમય જીવન હોય. મિથ્યાત્વને છોડ્યા પછી જીવ અવિરતિમાં અટવાઈ જાય છે. તેના પાંચ ભેદો છે. (૧) હિંસા (૨) અસત્ય ભાષણ (૩) ચોરી (૪) મૈથુન અને (૫) પરિગ્રહ. હિંસા - કોઈ જીવને હણવો, બાંધવો, ભૂખ્યો રાખવો, વેદના પહોંચાડવી, દુઃખ થાય તેવું વર્તન કરવું ઈત્યાદિ હિંસાના જ પ્રકાર છે. અસત્ય -જુઠું બોલવું. ખોટી સાક્ષી ભરવી, ખોટા આરોપ કરવા, ખોટી સહી કરવી, બનાવટી દસ્તાવેજ કરવા, કપટ નિંદા કરવી. કોઈની ગુપ્ત વાત પ્રગટ કરવી વિગેરે જુઠના પ્રકારો છે. કન્યા, ગો, ઢોર કે ભૂમિ સંબંધી મોટા જુઠાઓ પણ કદી બોલવા નહિ. એક વાત ધ્યાનમાં રાખજો કે. સાચું બોલવાના અનેક ફાયદાઓ પૈકી એક ફાયદો એ છે કે એ યાદ રાખવાની માથાકૂટ કરવી પડતી નથી. જુઠ યાદ રાખવું પડે છે ! ચોરી:- નહિ આપેલ ગ્રહણ કરવું તે ચોરી-અદા, માલમાં ઘાલમેલ કરવી. નકલી માલ વેચવો, કોઈને ચોરી માટે પ્રેરણા કરવી, ટેકો આપવો,
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy