________________
=
= =
(D
)
યાદ....! સ્મિત...! હોઠ પર ફૂટી નીકળતું.., અનાયાસે ખીલતું ફૂલ સ્મિત...! પૂ. ગુરુદેવના મુખ પર અમે જ્યારે જોયું છે... ત્યારે આ ફૂલની ફોરમ જ હોય...! ઘણી વખત ઉપમાઓ બુઠ્ઠી થઈ જાય છે... ગુરુવરને શું આપીએ ઉપમા...! ચન્દ્રની...?, દરિયાની...?, વાદળની...?, ચાંદનીની...? શેની ઉપમા આપીએ...?.
આમ જોઈએ તો અમારો અધિકાર પણ શું...? ઉપમા આપવાનો...! પણ... લાગણી એ પોતે જ અધિકાર છે... એને માટે ગણતરીની કે ગણિતની જરૂર નથી. જ્યારે... પૂ. ગુરુદેવ... અમારા સંઘમાં પધાર્યા... પ્રવેશથી માંડીને... ઠે...ઠ વિહાર સુધી જે આરાધનાની યાત્રા થઈ... કેવી રીતે વર્ણવીએ...એ... અનુક્રમણિકા... આરાધનાની...!!!
ચોક્કસ કહીશું... કે... અમારું આ અવર્ણનીય ચાતુર્માસ... સાકરના ટુકડા જેવું હતું. જ્યાંથી ચાખો... મધુરતા જ મળે... કડવાશને સ્થાન નહીં. અમારી ચાતુમસિક આરાધનાની યાત્રાનું પહેલું સ્ટેશન હતું... પૂજ્યપાદ્ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મ.સા.નો ચાતુર્માસ પ્રવેશ...!
પ્રવેશમાં અકલ્પનીય... માનવ સમુદાય જોઈને અમને ઝાંખી થઈ ગઈ... કે... આ વખતનું ચાતુર્માસ કંઈક અલગ જ હશે. દેવોને સમુદ્રમંથન કરતાં... ૧૪ રત્નો મળ્યા હતાં. બહુ વિચારતાં અમને લાગ્યું કે... સં. ૨૦૫૬ના ચાતુર્માસના મંથનમાં ૧૪ નહીં ૪૦ રતન અમને મળ્યા હશે...
જે આપના દર્શનાર્થે પ્રસ્તુત છે... અમારા શ્રી સંઘના ઈતિહાસમાં સૌ પ્રથમવાર થયેલી બાળ શિબિર, શ્રી મોક્ષલક્ષ્મી તપની આરાધના... પૂ. ગુરુદેવે કહેલું... તાપ ઓછો કરવો હોય તો આ તપ કરજો જ’ અને મોક્ષલક્ષ્મી તપમાં જોડાવવાની પડાપડી જોવાનો અમને લ્હાવો મળ્યો.
અને ક્યારેય ન જોયેલો. ન જાણેલો, ન માણેલો...“વામા માતાનો થાળ” જેને જોઈને... સોના મુખમાંથી સરી પડ્યું...