________________
અનિત્ય ભાવના
બચપણમાં જેમની સાથે ક્રીડા કરી રમ્યા. ગામના પાદરે જઈને રખડયા. ધૂળમાં આળોટયા. ખૂબ જ ધીંગામસ્તી તોફાનો કર્યા.. જે બાળમિત્રો હતા. જેમની સાથે દોસ્તી હતી તે તેમજ અન્ય સ્વજનો કે જેમની સાથે સુખ-દુ:ખ અને પ્યારની વાતો કરી હતી. અંગત ડાયરીના પાના જેમની આગળ ખુલ્લા મૂક્યા હતા તે જ સ્વજનો-સંબંધીમિત્રોને ભસ્મીભૂત થતા તમે જોઈને કેમ કશું વિચારતા નથી. તમારી નજર સામે જ તમારા સ્વજનો ખળે છે. ભસ્મીભૂત થાય છે. છતાં તમે નિ:શંક બની જોયા કરો છો. તમારા આ પ્રમાદને ધિક્કાર છે.
૪૦
આ પરિવાર એ પંખીના મેળા જેવો છે સાંજ પડયે ભેગા થાય ને સવારે વિખરાઈ જાય. બસ એજ પ્રમાણે સૌ આયુષ્ય પૂરું થતાં સૌના રસ્તે ચાલ્યા જાય છે કોઈ કોઈના માટે ઊભા રહેતા નથી કે કોઈની પાછળ કોઈ જતું પણ નથી માટે જ કહ્યું છે કે.....
“મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી કહે છે કે હું મરી જઈશ પણ પાછળથી કોઈ મરતું નથી બળતા જોઈ એના દેહને એની આગમાં કોઈ પડતું નથી અરે ! આગમાં તો શું પણ એની રાખને કોઈ અડતું નથી”
માટે મમત્વ છોડવાનું કાર્ય કરવાનું છે. વળી સમુદ્રના તરંગોની જેમ સજીવ નિર્જીવ પદાર્થો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે અને સ્વજન-ધનલક્ષ્મી આદિના સંબંધો પણ ઈન્દ્રજાળ જેવા છે. આવા પ્રકારના સંબંધોમાં મૂઢ સ્વભાવી જીવો રંગાઈ જાય છે.
લક્ષ્મીની અનિત્યતા પણ જીવનમાં સમજવાની છે. ભલે કદાચ તમારી પાસે લાખો રૂ. હોય અને તમે એમ માનતા પણ હો કે અમને કશો વાંધો આવે તેમ નથી છતાં લક્ષ્મી ક્યારે દગો આપે એનું કશું કહેવાય નહિ માટે મિથ્યાભ્રમમાં રાચવું નહિ. સંપત્તિ એકઠી ન કરતાં એનો સર્વ્યય કરવો. સંચય કરવાથી
“કષાયો વધે....
વિકારો વધે....
શત્રુતા વધે...,
અપયશ ફેલાય (કંજુસ છે.)”