________________
છોડ ભરાવવા માટેની પડાપડી અમારા આ નયનોએ નિહાળી છે. લાં..બી... ચૈત્યપરિપાટી... જાણે છ'રી પાળતો સંઘ... અભૂતપૂર્વ માહોલ વચ્ચે પરમાત્મભક્તિ સ્વરૂપ સુપરહિટ સંધ્યાભક્તિ, ભવ્ય રથયાત્રા, પૂજ્ય ગુરુદેવે કરાવેલી...આંખ બંધ કરીને... શત્રુંજય તીર્થાધિરાજની ભવ્ય ભાવયાત્રા. આસો મહિનાની શાશ્વતી ઓળી તથા તાત્ત્વિક-માર્મિક પ્રવચનો... દિવાળીના પ્રવચનો...અને પંચદિવસીય દ્વિતીય મહોત્સવ દિવાળીમાં...રંગોળી સ્પર્ધા... અરે... રંગોળી જોઈને તો ભલભલા બોલી ઉઠ્યા... “રંગમાં રજોટાય રે... મારગ, ફળીયું શેરી ચોક, રંગોળી તિરખવા સૂરજ, કાઢતો હજાર ડોક”
બાળકોના અભૂતપૂર્વ ઉત્સાહ-ઉમંગ વચ્ચે થયેલો બાળ મેળાવડો... તથા “ટાકડા બંધ અભિયાન” અને ખાસ તો...રંગોળી.. સહિત... શાહી સ્વાગત સાથે... કેટલા' યે વર્ષોમાં ન થયેલું ચાતુર્માસ પરિવર્તન, આ સિવાય...
ચાતુર્માસમાં થયેલી અન્ય આરાધના તો જુદી જ ! જેવી કે... દારિદ્રનિવારણ તપ, મુનિસુવ્રત સ્વામિ એકાસણા, વાસુપૂજ્યસ્વામિ એકાસણા, સરસ્વતિ સાધના, નેમિનાથ ભગવાનના એકાસણા, આવી તો કંઈ કેટલી'યે આરાધનાથી અમારૂં આ ચાતુર્માસ... સફળ નીવડ્યું. બીજું શું જોઈએ...? અમારે ! વાદળ જેવા ગુરુવર મળી ગયા... મન મુકીને વરસ્યા... ગુરુદેવ ! અમને ઘણું બધું મળી ગયું. આમ જોઈએ તો વાદળ પાસે શું નથી ? વિવિધ આકારો છે, વિવિધ રંગો છે. જળથી સભર છે. સવારની ઉજાસ છે, બપોરનો તડકો છે. સાંજની શોભા છે. અને ખાસ તો મન મુકીને વરસવાની તાકાત છે.
બસ, ગુરુદેવ પાસે પણ આ બધું જ છે... સદા'ય મળજો... ગુરુદેવ આવા...! અમારી પ્રતિક્ષાની બારી હંમેશા ખુલ્લી છે. અને એમાં એક દીવો જલે છે. પ્રતિક્ષાનો..!
પધારજો વ્હાલા ગુરુદેવ!!!
લી. શ્રી પુરૂષાદાનીયપાર્શ્વનાથ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ દેવકીનંદન, નારણપુરા, અમદાવાદ.