________________
શાન્ત સુધારણ વિવેચન - ભાગ-૧
હે મારા મન ! પરભાવના આવરણો ચીરીને જરા મુકત ચા જેથી આત્મવિચાર રૂપ ચંદનવૃક્ષની શીતલ હવા તને સ્પર્શી શકે ! વળી હે આત્મન્ ! સમત્વભાવની સાથે તું એકત્વભાવની અનુભૂતિ કર જેવી નમિરાજની જેમ પરમાનન્દની સંપત્તિ મેળવી શકે !
જરા વિચાર કરજો કે ઉનાળાની કાળઝાળ ગરમી હોય આકાશમાંથી જાણે અંગારા વરસતા હોય એવે વખતે નજીકમાં ચંદનના સુગંધી વનમાંથી મીઠો-મધુરો મંદ-મંદ પવન આવતો હોય તે વેળાએ કેટલો આનંદ હોય પણ જો ઘરના બારીબારણા બંધ હોય તો એ પવનનો સ્પર્શ ક્યાંથી હોય? માટે જો પવનના સ્પર્શની લહેરખી જોઈતી હોય તો આવરણ દૂર કરવા પડે. બસ એવી જ રીતે. ચંદન વૃક્ષની હવા એટલે આત્મ વિચાર.. આત્મ વિચારના શીતલ પવનને માણવો હોય તો હવે પરભાવરૂપી આવરણોને દૂર કરવા પડશે.
જ્યાં લગી પરપદાર્થમાં આનંદ હશે ત્યાં સુધી આત્માનો સ્વભાવ જન્ય આનંદ પ્રાપ્ત નહિ થાય. અનાદિ કાળથી આપણે પુદ્ગલનો જ વિચાર કરીએ છીએ અને એમ ને એમ અનંતકાળ વ્યતીત થઈ ગયો. હવે... અધુના.... એટલે કે અત્યારે. મનુષ્ય જન્મમાં અને એ પણ ફક્ત ક્ષણ એટલે થોડી ક્ષણો માટે તારે આત્મ વિચાર કરવો જોઈએ. અનંત કાળથી નિગોદમાં રહેવું પડ્યું છે તેનું કારણ છે પુદ્ગલ રાગ. અનંત જન્મ મરણના દુઃખોને વેઠીને અનંત દુઃખ ત્યાં સહન કરતો રહ્યો એનાથી જે કર્મની નિર્જરા થઈ તેને અકામનિર્જરા કહેવાય. તેથી કર્મોનો ભાર કંઈક ઓછો થયો. એટલેબાદરનિગોદમાં આવ્યો. ત્યાં પણ અસંખ્યકાળ પસાર કર્યો. આત્માના વિકાસની આ પ્રારંભિક દશા હતી અહિં પણ પુલ પ્રત્યે તીવ્ર ખેંચાણ-રાગ છે અને એટલે જ વિવિધ ગતિમાં ભ્રમણ છે. જોઈએ આત્માનો વિકાસક્રમ કેવો છે.
વનસ્પતિમાંથી નીકળી પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાયાદિ એકન્દ્રિયમાં અસંખ્ય કાળ નિર્ગમન થાય. ત્યાંથી બેઈન્દ્રિય તે ઈન્દ્રિય ચઉરિન્દ્રિયમાં પરિભ્રમણ કરે પછી ઘણી મુશ્કેલી અને પુરુષાર્થપછી પંચેન્દ્રિય પણું પામ્યો. તિર્યંચગતિમાં રહીને વિષયો પ્રત્યે આસક્તિ અને પુદ્ગલ પ્રત્યેના રાગના કારણે નરકગતિમાં જન્મ મળ્યો. ત્યાં અનેક પ્રકારની વેદના. દુઃખ તાડન આદિ દુઃખો સહન કર્યા. આ જીવ નરકમાં એકાદ બે વાર નથી ગયો પણ અનંતી વાર ગયો છે.
અનંતીવાર આપણા જીવે નરકના દુઃખો સહન કર્યા છે. તેનું કારણ છે