________________
૧૯૫
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
ક્રોધ સર્વજીવોને ઉગ કરનારો છે. વેરનો અનુબંધ કરાવે દુર્ગતિમાં ફેંકી દે. સદ્ગતિ અટકાવે.
ગ્રન્થકાર શ્રીફરમાવે છે કે આવી ક્રોધરૂપી આગને તું ઉપશમના જળથી બુઝાવી નાંખ.
શમ-ઉપશમની પ્રાપ્તિ અધ્યાત્મ માર્ગની સફર વિના શક્ય નથી. માટે અધ્યાત્મની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. અને પછી જે શમરસની પ્રાપ્તિ થાય છે તે અવર્ણનીય હોય છે. શમની પ્રાપ્તિ થયા બાદ જીવ પરમસુખી બની શકે છે. કેમ કે જ્ઞાન ધ્યાન-શીલ-તપ આદિ ગુણોથી વિભૂષિત સાધુ જે ગુણ નથી મેળવી શકતો એજ ગુણ ઉપશમયુક્ત સાધક પ્રાપ્ત કરી શકે છે.
' ઉપશમ એટલે સમાન મનવૃત્તિ. ચિત્તને વિષમ પરિસ્થિતિમાં પણ તુલ્ય રાખવું. રોષ-ક્રોધ એ આગ છે. આ આગને બુઝવવા માટે જળની જરૂર પડે. ચિત્તમાં લાગેલ ક્રોધ આગને શાન્ત કરવા માટે ઉપશમ રસનો વરસાદ વરસાવ.
તે વરસાદથી આગ શાન્ત થઈ જશે અને પછી તારો વૈરાગ્ય પ્રદીપ્ત થશે. પ્રતિદિન વૈરાગ્ય ભાવ દઢ બને એવો સંકલ્પ કરો.
જગતના દુઃખો દારિદ્રતા, રોગ શોક અને જન્મ-મરણાદિની પરિસ્થિતિનો વિચાર કરી ભવ પ્રત્યે ઉગ ભાવ કેળવવો. મનની મુસાફરી સિદ્ધશીલા તરફ પણ કરાવો ! ક્યારેક બાર ભાવનાનું ચિંતન તો ક્યારેક
ક્યારેક અરિહંત ગુણગાન! ક્યારેક સિધ્ધનું સ્વરૂપ તો ક્યારેક વૈરાગ્યના સુખનું સતત ચિંતન કરો. છેવટે ચારિત્ર વગર મુક્તિ નથી જ એવું સંકલ્પ બળ કેળવી એક દિવસ પૂર્ણ વૈરાગ્ય વાસિત બની જવું જોઈએ. ઉપશમ ભાવ અને વૈરાગ્ય આ બને મળીને જીવને તરત કર્મથી મુક્ત કરી દે છે.
હવે ગ્રન્થકારશ્રી આર્ત-રૌદ્ર ધ્યાનની વાત કરે છે. તે વિનય ! તું વિકલ્પોની જાળને સળગાવી દે. જે શાન્ત સુધાના રસને માણવા તત્પર બન્યો છે તે તત્વવિદ્ છે. અને તત્વને જાણકાર કોઈ તુચ્છ બાબતમાં ફસાય નહિ કેમકે તુચ્છતાહીનતાની નિશાની છે. તમને ખબર હશે કે પ્રભુનો જન્મહિનકૂળ - તુચ્છકૂળ કે દરિદ્ર કુળમાં થતો નથી. ભિક્ષુક યાચક કે બ્રાહ્મણ કુળ એ હીન કૂળ છે તુચ્છ કૂળ છે. જેવી રીતે પ્રભુ તુચ્છ વિગેરે કૂળમાં જન્મ લેતા નથી. તેવી જ રીતે જેમનું હૃદય છીછરું હોય તુચ્છ હોય, કંજુસ હોય એવા હૃદયમાં