________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૯૭ વિતંડાવાદમાં જીવ ફસાઈ ગયો છે. મારું એ સાચું એવી પક્કડ થઈ ગઈ છે. પણ હકીકતમાં સાચું એ મારું એમ હોવું જોઈએ.
આવા એકાન્તવાદની માન્યતાવાળા ધર્મો માંથી મનની શુદ્ધિ જાગૃતિ અને સંયમના યોગો વડે શુદ્ધ માર્ગને જાણવાનો છે, તું તારો રસ્તો નિશ્ચિત કરી લે જો ભ્રમણામાં રહીશ તો પરિભ્રમણ ચાલુ જ રહેશે.
મોક્ષમાર્ગ જ શુદ્ધ માર્ગ છે.તેમ જાણ, તે જાણવા શાસ્ત્રનું અધ્યયન કરવું વ્રતોનું પાલન કરવું અને મોક્ષ માર્ગનું સતત ચિંતન કરવું.
શાસ્ત્રબુદ્ધિ દ્વારા કલ્યાણકારી માર્ગનું આરાધન કરવું જોઈએ. જ્યારે હરિભદ્ર સૂરિ બ્રાહ્મણ હતા અને ત્યારબાદ શ્રમણ બન્યા ત્યારે તેઓ બોલી ઉઠ્યા કે. ...
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु युक्तिमद्वचनं यस्य तस्य कार्य : परिग्रह :
વીર પ્રત્યે મને કોઈ પક્ષપાત નથી અને કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી પણ જેનું વચન મને યુક્તિ સંગત લાગ્યું કે મેં ગ્રહણ કર્યું! આવી રીતે મોક્ષ માર્ગ ને વિચારી ને એ માર્ગ ગ્રહણ કરવો જોઈએ.
વળી. જેમાં સેંકડો ગુણો સમાયા છે, જે આરોગ્ય કરનાર છે.મનવચન-કાયાની શુદ્ધિ કરનાર છે. વીર્ય-શક્તિ સ્કૂર્તિને વધારનાર છે. એવા નિર્મળ બ્રહ્મચર્યને તું ધારણ કર.
જે બ્રહ્મવ્રતને ધારણ કરે છે તેને દેવતાઓ પણ સદા નમસ્કાર કરે : બ્રહ્મચારી ધૈર્યમૂર્તિ હોય છે. સાત્વિક હોય છે. સમાધિ સાધક હોય છે.
નારદમુનિનો આ એક ઉત્કૃષ્ટ ગુણ હતો જેના કારણે ગમે ત્યાં વિના સંકોચે જઈ શકતા હતા. અને આ ગુણથી જ સિદ્ધપદની પ્રાપ્તિ પણ સુલભ થઈ.
બ્રહ્મચર્યવ્રતની નવવાડોને પણ સમજીને તેમાં અતિચાર ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ. આ છે તેની નવ વાડો. !
(૧) વસતી - બ્રહ્મચર્યના પાલન માટે વસતી શુદ્ધ હોવી જોઈએ. જ્યાં સ્ત્રી, પશુ કે નપુંસક ન હોય એવા પ્રકારની વસતીમાં વસવું.
(૨) કથાત્યાગ :-વિકથાઓ, કર્મકથાઓ તથા બ્રહ્મચર્યમાં ખામી આવે એવી વાતોનો ત્યાગ કરવો.