________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૯૯
संयमवाड्मयकुसुमरसैरति-सुरभय निजमध्यवसायम् । चेतनमुयलक्षप कृतलक्षण-ज्ञानचरणगुणपर्यायम् श्रृणु० ॥७॥
સંયમ અને શાસ્ત્રરૂપી ફૂલોથી તું તારાં મન: પરિણામોને મહેંકતા રાખ. જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણોના પર્યાયરૂપ આત્માને સારી રીતે ઓળખ. । वदनमलङ्करु पावनरसनम्. जिनचरितं गायं गायम् । सविनय शान्तसुधारसमेनम्, चिरं नन्द पायं पायम्, श्रृणु० ॥८॥
પરમાત્મા જિનેશ્વર દેવોનાં જીવન-કવનને ગાઈ ગાઈને મુખને અલંકૃત કર. તારી જીભને પાવન કર. વિનયની સાથે શાન્તરસનું વારંવાર પાન કર. સુદીર્ધ સમય સુધી તું પરમ આનંદને પ્રાપ્ત કર.
ગ્રન્થકાર ભગવંત છેલ્લી બે ગાથાઓમાં જણાવે છે કે સંયમ અને શાસ્ત્ર એ બે પુષ્પ છે. ફૂલની સુગંધથી વાતાવરણ મહેંકતું બની જાય છે. બસ એવી જ રીતે હે વિનય! તું તારા મન પરિણામને મઘમઘતાં કરી દે, તને બે પ્રકારના ફૂલો મળ્યાં છે. એક સંયમ અને બીજું શાસ્ત્ર.
સંયમ એટલે નિયંત્રણ, આત્માને નિયંત્રણમાં રાખવા માટે વ્રત, જપ, યમ અને નિયમ એ જરૂરી છે. જેનું જીવન સંયમિત હોય એનું જીવન સફળ જીવન છે. આ સંયમની પ્રાપ્તિ શાસ્ત્ર-બુદ્ધિ વગર થતી નથી. માટે શાસ્ત્રનું અધ્યયન, મનન ચિંતન અને પરિશીલન હોવું જોઈએ. કારણ કે ચિંતનના સાત ફળો બતાવ્યા છે.
(૧) વૈરાગ્ય (૨) કર્મક્ષય (૩) વિશુદ્ધ જ્ઞાન (૪) ચારિત્રના પરિણામ (૫) સ્થિરતા (૬) આયુષ્ય અને (૭) બોધિની પ્રાપ્તિ
શાસ્ત્ર એટલે આત્મા ઉપર અનુશાસન કરે અને આત્માનું રક્ષણ કરે આવા પ્રકારના શાસ્ત્રના અધ્યયનથી આત્માની અંદર રહેલાં ચોરી, જૂઠ, હિંસા વિગેરે દુર્ગુણો દૂર થાય છે. તેમજ આત્મા સુખ દુઃખવિગેરે તમામ ધન્દ્રથી દૂર થાય છે. તેમજ મુનિઓને તો શાસ્ત્ર એ જ ચહ્યું છે. જ્ઞાનસાર નામના ગ્રંથમાં કહ્યું છે કે ચર્મચક્ષને ધારણ કરનારાં બધાં જ છે. દેવતાઓને અવધિજ્ઞાન એ આંખ છે. સિદ્ધ ભગવંતોને સર્વજ્ઞપણું એ આંખ છે. પણ સાધુઓને તો શાસ્ત્ર એ જ આંખ છે. જ્ઞાનીઓ શાસ્ત્ર રૂપી આંખ વડે બધાં ભાવોને દેખે છે.