Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 211
________________ ૧૯૮ સંવર ભાવના (૩) નિષણા - એટલે આસન. બેસવાં ઉઠવા વિગેરેમાં વિવેક રાખવો તેમજ જે આસન પર પુરુષ બેઠો હોય તે આસન પર સ્ત્રી ત્રણ પ્રહર ન બેસી શકે. અને જે આસન (જગ્યા) પર સ્ત્રી બેઠી હોય એ જગ્યા ઉપર પુરુષ બે ઘડી ન બેસે. (૪) ઈન્દ્રિયો - સ્ત્રીની ઈન્દ્રિયોના તથા અંગ-ઉપાંગ વિગેરેનું નિરીક્ષણ ન કરે. (૫) શુક્યતર:-ભીંતના આંતરે સ્ત્રી-પુરુષની કામક્રીડાદિ સંભળાય તેવા સ્થાનનો ત્યાગ કરવો. () પૂર્વ કીડીત - ગૃહસ્થ અવસ્થામાં કે અબ્રહ્મ અવસ્થામાં જે ક્રિીડાઓ કરી હોય, વિષય ભોગો ભોગવ્યા હોય તેનું સ્મરણ કરવું નહિ. તેને યાદ પણ કરવા નહીં. તેમજ બ્રહ્મમાં લીન બનવું. © પ્રણિત આહાર ત્યાગ જેનાથી ભોગ વિષયો અને વિકારો વધે એવા પ્રકારનાં દૂધ, દહીં, ઘી અને સ્નિગ્ધ, મધુર તેમજ ભારે આહારનો ત્યાગ કરવો. (૮) અતિ માત્રા આહાર ત્યાગ :જેમ ભારે આહારનો ત્યાગ કરવાનો છે તેમ વધારે પડતાં આહારનો પણ ત્યાગ કરવાનો છે. ઠાંસી ઠાંસીને જમવું નહીં. વધારે પડતાં ભોજન કરવાથી વિકારો પ્રદીપ્ત બને છે. ૯) વિભુષા ત્યાગ - બ્રહ્મચર્યમાં ખામી લાવનાર નવમા નંબરમાં આવે છે વિભુષા. વિભુષા એટલે શરીરની ટાપટીપ શોભા અને શણગાર તેનો ત્યાગ કરવો અને સાદાઈથી જીવન જીવવું. આ પ્રમાણે બ્રહ્મચર્યની નવ વાડોનું પ્રતિપાલન કરવાથી આત્માવિશુદ્ધ બને છે. જે જે ઉપાયો દ્વારા બ્રહ્મની વિશુદ્ધિ થાય તે ઉપાયોનો અમલ કરવો જોઈએ. બ્રહ્મચર્ય એટલે આત્મામાં રમણતા. બ્રહ્મચર્ય એટલે શિખરની સર્વોચ્ચતા.. તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. બ્રહ્મચર્યની દઢતા માટે નિરંતર ગુરુના મુખેથી પવિત્ર એવા જિનવચનો સાંભળવા. જિનવાણીથી વિશુદ્ધિનો પ્રકર્ષ વધે છે. કેમકે વૃક્ષને પાણી મળે તો એ નવપલ્લવિત થાય એવી રીતે વ્રત રૂપી વૃક્ષને જિનવાણી રૂપી પાણી નિરંતર આપવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218