________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૯૩
(૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર :
ગચ્છના પરિહાર પૂર્વક આત્માની વિશિષ્ઠ શુદ્ધિ માટે વિશિષ્ટ પ્રકારનો જે તપ કરાય તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય આ ચારિત્ર પ્રથમ સંઘયણ વાળા મુનિઓ ગ્રહણ કરી શકે,
તીર્થંકરના હાથે દીક્ષિત થયેલા હોય તે અથવા તીર્થંકરના હસ્તે દિક્ષિત થયેલાની પાસે દીક્ષિત થયેલ આ ચારિત્ર લઈ શકે છે.
આ ચારિત્રમાં ૧૮ મહિનાનો વિશિષ્ટ તપ હોય તેમાં ૯(નવ) સાધુઓ જોડાઈ શકે.
* ચાર સાધુ તપ કરે.
ચાર સાધુ તપસ્વીની વૈયાવચ્ચ કરે... અને ♦ એક વાચનાદાતા હોય. પ્રથમ છ મહિના તપ કરવો... જે ચાર સાધુ તપસ્વી. હોય તે ઉનાળામાંઃ- જઘન્યથી ઉપવાસ, મધ્યમ છઠ્ઠ અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ કરે.
શિયાળામાં :- જઘન્યથી છઠ્ઠ, મધ્યમથી અઠ્ઠમ અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ કરે.
ચોમાસામાં ઃ- જઘન્યથી અઠ્ઠમ, મધ્યમથી ચાર ઉપવાસ ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ
જે વખતે જે ઋતુ ચાલતી હોય તે મુજબ તપ કરે પારણે આયંબિલ કરે. વિશિષ્ટ અભિગ્રહ કરે. શક્તિ મુજબ જઘન્યાદિ તપ કરે..
આ પ્રમાણે... છ મહિના તપ કરે... ત્યારબાદ જે ચાર સાધુઓ વૈયાવચ્ચ કરનાર હતાં તે તપ કરે... અને પૂર્વના ચાર સેવા કરે... પછી વાચના ચાર્ય છ મહિના તપ કરે.... જે તપ ન કરે. તે દરરોજ આયંબિલ કરે.. ક્યારે’ક ઉપવાસ પણ કરે.. આ તપસ્વી સાધુઓ ક્યારે'ય અપવાદને સેવે નહીં આંખમાં પડેલ ઘાસના તણખલાને પણ કાઢે નહીં.
ત્રીજા પહોરે ભિક્ષા જાય.. બાકીના સમયમાં કાઉસ્સગ્ગમાં રહે. કોઈને નવી દીક્ષા આપે નહીં. ઉપદેશ ક્યારેક જ આપે.
નવું ભણે નહીં, જુનાનું પુનરાવર્તન કરે..
જે પૂર્વધર મહાત્મા હોય તે આ સંયમ સ્વીકારી શકે.. જંબુસ્વામિ પછી આ ચારિત્ર વિચ્છેદ ગયું છે. એટલે હાલમાં આવા પ્રકારનું ચારિત્ર સ્વીકારી શકાતું નથી.