Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 204
________________ ૧૯૧ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહો હોય. દર્શન મોહનીયના ઉદયથી અદર્શનપરિષહ હોય, લાભાારાયના ઉદયથી અલાભ પરિષહ હોય, ચારિત્ર મોહનીયમાં-જુગુપ્સાના ઉદયથી નગ્નતા, અરતિના ઉદયથી અરતિ, પુરૂષવેદના ઉદયથી સ્ત્રી, ભયના ઉદયથી નૈષેલિકી, ક્રોધોદયે આક્રોશ, માનોદયે યાચના અને લોભોદયે સત્કાર પરિષહ આવે છે. આ સિવાય બાકીના ૧૧ પરિષદો વેદનીય કર્મના ઉદયથી આવે. श्रृणु शिवसुखसाधन सदुपायम्, सदुपाय रे.. सदुपाय म्। श्रुणु शिवसुखसाधन सदुपायम् । S ज्ञानादिकपावन रत्नत्रय परमाराधनमन पायम् (श्रृणु)॥१॥ અર્થ : શિવસુખના સાધન રૂપ સદુપાયને વિનય તું સાંભળ જ્ઞાન દર્શન ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના રૂપ તે ઉપાયો ને તું સાંભળ!!! विषय विकारमपाकुरु दुरं, क्रोघं मानं सह मायम्। लोभरिपुं च विजित्य सहेलं भज संयम गुणमकषायम् ॥ श्रृणु ॥ અર્થ : વિષય વિકારને દુર કર, ક્રોધ માન માયા લોભ રૂપી શત્રુઓને સહજ રીતે જીતીને કષાય રહિત સંયમની આરાધના કર !!! ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ સંવર ભાવનાનું વર્ણન કરતાં જણાવે છે કે હે આત્માનું! મોક્ષનું જે સુખ છે તેના સાધનરૂપ સદ્ધપાયને તું સાંભળ! કેમ કે ઉપાયો વડે જ આત્માએ મોક્ષમાં જવાનું છે. અને એ ઉપાયો એટલે જ્ઞાનદર્શનચારિત્રરૂપી રત્નત્રયી!તેમાં આગળ વધ...! મોક્ષનું સુખ મેળવતાં પહેલાં મોક્ષના સ્વરૂપને પણ જાણવું જોઈએ જ્યાં સુખદુઃખહોતું નથી... નાના મોટાનો વ્યવહાર હોતો નથી, કેવળ આત્મિક આનંદનો અનુભવ થાય છે. લોકના અંતે સિદ્ધશિલા ઉપર સિદ્ધ પરમાત્માઓ બિરાજમાન હોય છે. તે સિદ્ધાત્માઓ પરિપૂર્ણ હોય છે. ફરી પાછા આ જગતમાં આવતાં નથી. આત્માના અનંત આનંદનો અનુભવ કરે છે. આવું મોક્ષનું સુખ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એના પ્રયત્નમાં ગ્રંથકાર ભ. જણાવે છે કે

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218