Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 207
________________ ૧૯૪ સંવર ભાવના () સૂમ સંપાય ચારિત્રઃ દશમા ગુણસ્થાનકે રહેલ આત્માને મોહનીય કર્મની સત્યાવીશ પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ હોય, પણ સૂક્ષ્મ લોભનો ઉદય હોય તે સૂમ સંપરા ચારિત્રા હાલમાં આવું ચારિત્ર વિદ્યમાન નથી. (૫) યથાખ્યાત ચારિત્ર - યથા-જેવું ખ્યાત-કહ્યું છે અરિહંત ભગવંતોએ કહેલું છે તેવું સંપૂર્ણ ચારિત્ર અથવા મોક્ષ આપવા માટે પ્રખ્યાત ચારિત્ર તેનું નામ યથાખ્યાત ચારિત્ર ૧૧ થી ૧૪ગુણસ્થાનકે રહેલાં આત્માઓને આચારિત્ર હોય છે. આ પ્રમાણે સંવરના પ૭ ભેદો થયા. ઉપાધ્યાય વિનયવિજય મહારાજા જણાવે છે કે તું કષાય વિનાના સંયમને આરાધી લે... પાંચ આશ્રવોથી વિરતિ કર! પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કર...! મન-વચન કાયાના દંડથી મુક્ત બન..! આ પ્રમાણે આશ્રવોને રોકવાથી સુપ્રતિષ્ઠાવાળું જીવાત્મા રૂપી જહાજ શુદ્ધ યોગો રૂપી પવન અને જિનેશ્વરના વચન રૂપી સઢથી સંસાર સાગરને તરીને નિર્વાણપુરીમાં પહોંચી જાય છે. उपशमरस मनु शीलय मनसा, रोषदहन जलद प्रायम् । । कलय विरागं धृतपरभागं, हदि विनयं नायं नायम् ॥ श्रृणु ॥३॥ ક્રોધ રૂપી આગને બુઝવવામાં વાદળા સમાન ઉપશમ રસનું પરિશીલન મન વડે કર. વૈરાગ્યની ઉત્કૃષ્ટ દશાને ઓળખવાની કોશીષ કર, હૃદયમાં વિનયને લાવ. | आर्तं रौद्रं ध्यानं मार्जय, दह विकल्प रचना नायत् । । यदियमरुद्धा मानसवीथी, तत्वविदः पन्था नायम् : ॥ श्रृणु ॥४॥ વિકલ્પોની જાળને સળગાવી દે. આર્ત રૌદ્ર ધ્યાનને સાફ કરી નાખ. તત્ત્વને જાણનારાઓ માટે માનસિક વિકલ્પોને જન્માવનાર રસ્તો યોગ્ય નથી. ક્રિોધ એટલે આગ, ક્રોધ એટલે દાવાનલ..

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218