________________
૧૮૭
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ જોડાય તેની ઉપેક્ષા કરવી.
(૧૧) અગ્રહણ સંયમ - બિન જરૂરીપદાર્થનો ત્યાગ, (૧૨) અપ હત્ય:- જીવા કૂળ ભિક્ષાને પરઠવવીતે. (૧૩) પ્રસૃજ્ય:- પ્રમાર્જન કરી ઉઠબેસ કરવા રૂપ સંયમ (૧૪-૧૫ - ૧૬) મનવચન કાયા નો નિગ્રહ કરવો. (૧૭) ઉપકરણ સંયમ જરૂરિયાત મુજબ ઉપાધિ રાખે.
* તપ-તપ કરતા રહો, તમારા કર્મો નષ્ટ થશે. બાહ્ય તપની સાથે આવ્યંતર તપની આરાધનાને જોડી દો, અલબત્ત બાહ્ય તપ આવ્યંતર તપમાં પહોંચવા માટે જ છે. બાહ્ય તપ આભ્યતર તપમાં સહાયક હોવો જોઈએ.
* ત્યાગ:-અપરિગ્રહી બનવું!
* અકિંચન્ય -આ નવમો યતિધર્મ છે. વસ્તુઓને છોડતા રહેવું. જો તમે શ્રમણ શ્રમણી હો તો તમારે સંયમના ઉપકરણો સિવાય કશું જ ન તો ગ્રહણ કરવાનું કે ન તો સંગ્રહ કરવાનું કોઈ પણ પુદ્ગલ દ્રવ્ય ઉપર મમતા ન બંધાઈ જાય એ વાતની પૂરી સાવધાની રાખીને વર્તવાનું, જીવવાનું છે.
* બહચર્ય -બ્રહ્મસ્વરૂપ આત્મામાં વિહરવા માટે તમારે અબ્રહ્મનું સેવન-મૈથુનથી નિવૃત્તિ લેવી પડશે. મૈથુન ત્યાગ મનથી પણ કરવો પડશે એટલે કે મૈથુનના વિચારો પણ કરવાના નહિ. બ્રહ્મચર્ય પાળવા માટે કેટલીક ઉપયોગી સૂચનાઓ અનુભવીઓ કરી છે. તેને શિયળની વાડ કહેવામાં આવે છે. તેનું વર્ણન આગળ આવે છે.
દશ પ્રકારના યતિધર્મ પછી બાર પ્રકારની અનુપ્રેક્ષા જેને નિરંતર ભાવવી તેના નામ આ પ્રમાણે
૧. અનિત્ય - સંસારમાં સર્વ પદાર્થો અનિત્ય છે. કશું શાશ્વત નથી. ૨. અશરણ - સંસારમાં ભટકતા જીવને કોઈ બચાવનાર નથી. ૩. સંસાર - સંસારમાં સંબંધો પરિવર્તનશીલ છે. ૪. એકત્વ - હું એકલો છું, એકલો આવ્યો છું, એકલો જવાનો છું. પ. અન્યત્વ - હું સ્વજનોથી, વૈભવ સંપત્તિ વિગેરેથી જુદો છું. ૬. અશુચિ - આ શરીર ગંદકીનું ખાબોચીયું છે. ૭. આશ્રવ - મિથ્યાત્વ વિગેરે આશ્રવોથી આત્મા કર્મોથી બંધાય છે.