________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૮૩
જહાજ:- જીવાત્મા સઢ - જિનવચનોમાં શ્રદ્ધા હવા :- શુદ્ધયોગ નિર્વાણપુરી તરફ ગમન:
ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે અહીં કમાલની વાત કરી છે. જીવાત્માને નિર્વાણપુરીમાં ગમન માટે સહજ માર્ગ બતાવ્યો. આત્મા આશ્રવ વડે કર્મથી ભારે બન્યો હોય તો સંસાર સાગરમાં ડુબી જાય છે.
માટે આશ્રવનો રોલ કરી અને સંવર ભાવમાં આવવું જેથી જીવાત્મા સ્થિર બને છે.
સંવરના પ૭ (સત્તાવન) ભેદો છે.
અગાઉ. ગુપ્તિ અને સમિતિનું વિવેચન કરવામાં આવ્યું હવે તમારી સમક્ષ દશ યતિધર્મનું વિવેચન કરું છું. એમાં પ્રથમ ધર્મ છે - ક્ષમા અને છેલ્લો ધર્મ છે.- બ્રહ્મચર્ય હરતિ તિ દ્રવિર્ય :
આત્મામાં ચરવું ફરવું એનું નામ બ્રહ્મચર્ય છે. ક્ષમા એ તળેટી છે. બ્રહ્મચર્યએશિખર છે. માટે સૌ પ્રથમ ક્ષમા ગુણ કેળવવો જોઈએ. દશપ્રકારના ધર્મો આ પ્રમાણે છે.
ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, અને બ્રહ્મચર્ય, આ (૧૦) ઉત્તમ પ્રકારના ધર્મો છે.
ક્ષમા - ક્ષમા આત્માનો સ્વભાવ છે. ક્ષમા ધારણ કરવી એ બહુ કઠીન છે. ક્રોધના નિમિત્તો આવે ત્યારે નીચે મુજબના પ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા અને ક્રોધથી બચવું.
(૧) દોષનો સભાવ:- હોય તો એવો વિચાર કરવાનો કે મારી ભૂલ છે. માટે કોઈ મને કહે છે. માટે પોતાની ભૂલ કબૂલી લેવી એમ ગુસ્સા ઉપર કાબુ મેળવવો. ધારો કે આપણો કોઈ દોષ નથી અને આપણી કોઈ ભૂલ કાઢે કે આપણો કોઈ દોષ બતાવે ત્યારે તમારે એવું વિચારવાનું કે સામી વ્યક્તિ મારા વિષે કંઈ જાણતી નથી એ એની અજ્ઞાન દશા છે. અને આ રીતે કોઈ અજ્ઞાની માણસ કંઈ પણ બોલે તો ક્ષમા રાખવી, પોતાની આત્મિક સત્તાની કસોટી થવાનો પ્રસંગ જાણી જ્ઞાની તો તેથી આનંદ પામે છે. જ્ઞાની પુરુષનું લક્ષણ એ છે કે બીજું કોઈ પોતાની નિંદા કરે અથવા પોતાના ઉપર ક્રોધ કરે