________________
૧૭૪
આશ્રવ ભાવના
૧. પ્રકૃતિ બંધ ૨. સ્થિતિ બંધ ૩. રસ બંધ ૪. પ્રદેશ બંધ
(૧) પ્રકૃતિબંધ:- આત્મા જ્યારે કર્મ વર્ગણાના પુલો ગ્રહણ કરે છે. એ વખતે કર્મોનો સ્વભાવ નક્કી થાય છે. કે આ કર્મો બંધાયા તો એનું ફળ શું મળશે? જેમ.. કે.. જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય...!
વેદનીયકર્મથી વેદના મળે.. વિગેરે કર્મોનો જે સ્વભાવ છે. તે પ્રકૃતિબંધ કહેવાય
(૨) સ્થિતિબંધ
કર્મ બંધાયા પછી તે કર્મ કેટલો સમય રહે? જેમકે જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમની, મોહનીય કર્મની ૭૦ કોડાકોડી સાગરોપમની ઈત્યાદિ જે સ્થિતિ એટલે કે સમયનું પ્રમાણ નક્કી થાય તેને કહેવાય સ્થિતિ બંધ.
(૩) રસ બંધઃકર્મનો જુસ્સો, એટલે કે પાવર જે નક્કી કરે તે રસ બંધ...
જેમ કે... જ્ઞાનાવરણીયાદિ કર્મ અલ્પ-અલ્પતર, બહુ કે બહુતર રસ વાળું હોય તો એક સરખું કર્મ હોવા છતાં પરિણામમાં ફરક પડે છે.
ઉદા. તરીકે કોઈક લાડવો કડવો હોય. કોઈ મીઠો હોય એ રીતે અહીં પણ સમજવું. (૪) પ્રદેશબંધ:
કર્મવર્ગણાના પુદ્ગલોનો જથ્થો જે નક્કી થાય તે પ્રદેશબંધ કહેવાય, બધાં કર્મોમાં તેના પ્રદેશો જુદા જુદા હોય છે....
કોઈમાં ઓછા હોય કોઈમાં વધારે હોય ઉદા. તરીકે કોઈ લાડવો ૨00 ગ્રામનો હોય કોઈ લાડવો ૪૦૦ ગ્રામનો પણ હોય એવી રીતે જીવે જે રીતે કર્મો ગ્રહણ કર્યા હોય તે પ્રમાણે તેના પ્રદેશનું માપ નક્કી થાય તેને પ્રદેશબંધ કહેવાય. આવી રીતે આત્મામાં આવેલા કર્મો ચાર રીતે વહેંચાઈ જાય છે. આત્મામાં કર્મો ન આવે એની ખૂબ-ખૂબ તકેદારી રાખવી પડશે. “એના માટે