________________
૧૭૮
સંવર ભાવના અને પ્રમાર્જિત કરીને જ અનુપયોગી વસ્તુઓ તથા મળ મૂત્ર વિ. વિસર્જન કરવું.
સમિતિ પાંચ છે. અને ગુપ્તિ ત્રણ છે. આ અષ્ટ પ્રવચન માતા કહેવાય છે. પ્રવચન એટલે કે પ્રકૃષ્ટવચન એટલે કે હિતાશય વાળુ વચન સમિતિ એ પ્રવૃત્તિ છે. અને ગૃપ્તિ એ નિવૃત્તિ છે. આ અષ્ટ પ્રવચન માતાનું સારી રીતે પાલન કરવાથી શીઘ મુક્તિની પ્રાપ્તિ થાય છે.
संयमेन विषयाविरतत्वे, दर्शनेन वितथाभिनिवेशम्। ध्यान मार्त्तमथ रौद्र मजलं चेतसः स्थिरतया च निरंध्याः ॥२॥
સંયમ વડે વિષયો અને અવિરતીને રોક ! સખ્યમ્ દર્શન વડે મિથ્યાત્વને રોક ! ચિત્તની સ્થિરતા વડે આર્ત-રૌદ્ર ધ્યાનને રોક !
ઈન્દ્રિયને જીતો - પાંચ ઈન્દ્રિયોની પરવશતાથી જીવ દુઃખી થાય છે. અને અવિરતિપણાથી જીવ પરેશાન થાય છે. માટે સંયમના ભાવ વડે વિષયો અને અવિરતિને જીતવા જોઈએ
સંચમ એટલે-આત્મા પર અનુશાસન!!તમે તમારા આત્મા ઉપર શાસન કરો.
“જગતને જીતવા કરતાં જાતને જીતવી બહુ મુશકેલ છે.”
જેણે બીજાના દિલને જીત્યું છે. તે કદાચ નસીબદાર છે. પણ જેણે પોતાની જાતને જીતી છે. તેના જેવો નસીબદાર બીજો કોઈ નથી. માટે... જાતને જીતો. અને તો જ ઈન્દ્રિયો ઉપર, વિષય લોલુપતા ઉપર કાબુ આવી શકે છે.
ઈન્દ્રિયો ને કાબુમાં તો આપણે સદાય આબુમાં
વૈરાગ્યભાવ કેળવી અને ઈન્દ્રિયનોનિગ્રહ કરવો. અને સંયમના પ્રભાવે અવિરતિ ઉપર વિજય મેળવી શકાય છે.
“અને સમ્યગુ દર્શનથી મિથ્યાત્વને જીતો”
ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજા... મિથ્યાત્વને જીતવા માટે સમ્ય દર્શન-સંવરની વાત કરે છે.
મિથ્યાત્વને સમ્યક્તથી દૂર કરો...