________________
સંવર ભાવના
૧૮૦
ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી.
આમરાંતોષે :- આમરણાંત, થોડાક પણ પશ્ચાતાપ કર્યા વગર કાલસૌરીકાદિ કસાઈની જેમ હિંસાદિમાં પ્રવૃત્તિ કરવી. આવા આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન ને રોકવું કેવી રીતે ? તો ગ્રન્થકારશ્રી કહે છે કે ધર્મ ધ્યાનના માધ્યમે ચિત્તની સ્થિરતા પૂર્વક તું બન્ને દુર્ધ્યાન રોક ! મનની એકાગ્રતા રૂપ સ્થિરતાને લાવ.
क्रोधं क्षान्त्या मार्दवेनाभिमानं हन्या मायामार्जवेनोज्वलेन लोभं वारांराशिरौद्रं निरुंध्या : सन्तोषेण प्रांशुना सेतुनेव ॥ ३ ॥
ક્રોધને ક્ષમા વડે, અભિમાનને નમ્રતા વડે, ઉજવપ્ન એવી સરળતાથી માયાને અને સંતોષ રૂપી સેતુથી સાગર જેવા વિશાળ લોભને રોકી લે... (૩)
ક્રોધ આશ્રવને જીતવા માટે ક્ષમા છે. ક્રોધ ઉપર ક્ષમા દ્વારા વિજય મેળવી શકાય છે. ક્ષમા ધર્મને આત્મસાત્ કરો. તમારા અપરાધીને પણ ક્ષમા આપો. ક્ષમાની શક્તિ ઉપર વિશ્વાસ રાખો. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ કેવા કેવા ગુનેગારોને પણ ક્ષમા આપી હતી ? જે ક્ષમા આપે છે. તે ક્રોધને કષાયોને શાંત કરે છે એ આરાધક છે, જે કષાયોને ઉપશાન્ત નથી કરતો તે આરાધક નથી. અરે ! ક્ષમા તો ગુણ રત્નોની પેટી છે. ક્ષમાની પેટીમાં તો ગુણરૂપી રત્નો ભર્યા છે. આ પેટીને કદી ગુમાવશો નહિ આ પેટીને હંમેશા તમારી પાસે રાખજો.
અભિમાનનો નિગ્રહ નમ્રતાથી થાય છે અભિમાનમાં મનુષ્ય ગુરૂજનોનો પણ અનાદર કરે છે. આ સિવાય અન્ય જીવોનો પણ તિરસ્કાર કરે છે. આવા અભિમાની માણસો આત્મકલ્યાણના માર્ગે આવી શકતા નથી. આવા લોકોનો સંબંધ બહારની દુનિયા સાથે જ હોય છે. અભિમાની જીવાત્મા મોક્ષ માર્ગનો પથિક થઈ શકતો નથી.
વિનમ્રતાથી અભ્યસ્ત રહેવા માટે સ્વદોષ દર્શન અને પરગુણ દર્શન કરતાં રહેવું જોઈએ, હૃદયમાંથી અહંકાર અને તિરસ્કાર દૂર થતાં જ મૃદુતાનું સંચરણ થશે, મૃદુતા નમ્રતા તમારી અંદર દિવ્ય અને પવિત્ર વિચારોને જન્મ આપશે તમારા હૃદયમંદિ૨ને સ્વચ્છ, સુંદર અને આકર્ષક બનાવી દેશે અને