________________
૧૭૩
શા સુધારસ વિવેચન - ભાગ-૧
આખર તો બને ય જંજીર છે..!
અસંયમ, રાગ, દ્વેષ, શલ્ય, વિકથાઓ, વેશ્યાઓ આ બધાં અશુભ યોગો છે. તેનાથી આત્મામાં અશુભ પાપ કર્મોનો પ્રવેશ થાય છે. એટલે પાપ કર્મથી બચવું હોય તો અશુભ યોગથી પણ બચવું જ પડે.
તેવી જ રીતે શુભયોગોથી પુચકર્મોનાં અનુબંધ થાય છે. જેમ અશુભ કર્મોથી દુઃખ ત્રાસ અને દુર્ગતિ મળે તેમ શુભ કર્મોથી સુખ, સ્વર્ગ આદિ સદ્ગતિમાં જન્મ મળે. ભૌતિક સુખો મળે તથાપિ શુભ કર્મો પણ મોક્ષમાર્ગમાં બાધક છે.
માટે. બન્ને પ્રકારના કર્મો તુટે એવો પુરુષાર્થ કરવો જોઈએ...
એ વાત સાચી. કે. જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ નથાય ત્યાં સુધી શુભ યોગો આરાધનામાં સહાયક બને છે. માટે.. મન-વચન-કાયાના યોગોને શુભ પરિણતિમાં રાખવા. જો પાપાનુંબંધી પૂણ્યનો ઉદય થાય તો
શરીર નીરોગી મળે. યશ કીર્તિનો ઉદય મળે.
સત્તાનું સિંહાસન મળે. પરંતુ...
જીવ ભોગ વિલાસ અને સ્વાર્થમાંજ રચ્યો પચ્યો રહે. અને પુન્યાનુબંધિ પુન્યનો ઉદય થાય તો જીવને અનુકુળતાઓ મળે.
સુખ સંપતિ સત્તા મળે. અને
સાથે સાથે બુદ્ધિ પણ જાગે... સત્કાર્ય કરવાની ભાવના પણ જાગે. માટે...
મુક્તિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. પુન્યાનુબંધિ પુન્ય જીવને સ્વસ્થ રાખે છે.
પણ, છેલ્લે બન્ને પ્રકારના આશ્રવો ને છોડવાના જ છે.
હે વિનય! આશ્રવ એક પ્રકારના પાપો છે. નિર્મળ એવા આત્મામાં પાપ કર્મોનો પ્રવેશ થયો છે. માટે તું કર્મોને અને આશ્રયોને જાણ. કારણ કે. કર્મોનો પ્રવેશ આત્માને પરિભ્રમણ કરાવે છે...
આ આશ્રયો દ્વારા જ્યારે આત્મામાં કર્મોનો પ્રવેશ થાય ત્યારે... આ કર્મો ચાર વિભાગમાં વહેંચાઈ જાય છે.