________________
૧૫૪
અશુચિભાવના શું તમારું તેજ છે ! રાજા સગર્વબોલ્યા આ તો કંઈ રૂપ નથી હજુ તો હું મારા બધાં દાગીના પહેરીશ ત્યારે તેમને મારા અસલી રૂપના દર્શન થશે. રાજા પોતાના કિંમતી વસ્ત્રો તથા અલંકાર વિગેરે પોતાના શરીર ઉપર ધારણ કરીને બની-ઠની પછી દેવોને કહે કે જુઓ હવે મારું રૂપ કેવું છે ! ત્યારે દેવોએ કહ્યું કે રાજન, આપની આભુષણોથી વિભૂષિત કાયા તમને દેખીતી રીતે ખુબ સુંદર લાગે છે. પરંતુ આટલા સમય માત્રમાં આ કાયામાં ૧૬-૧૬ રોગોનો ઉપદ્રવ થઈ ગયો છે. અને આ વખતે ચક્રવર્તિને સત્યજ્ઞાન થયું. મોહનો નશો ઉતર્યો અને વૈરાગ્ય ઝળહળી ઉઠ્યો અને ચારિત્ર ગ્રહણ કરવા નીકળી પડ્યા. માટે શરીરનો કોઈ ભરોસો નથી. તેને ગમે તેટલું સાચવો, ગમે તેવા પૌષ્ટિક ખોરાક ખવડાવો, રસાયણ ખવરાવો, વીટામીનની ગોળીઓ આપો તો પણ આ શરીર કોઈનું થયું નથી અને થવાનું નથી માટે શરીરનો મોહ ત્યજી દેવો જોઈએ. શરીર જ્યારે ઘરડું થાય છે, ઘડપણ આવે છે. ત્યારે પાણીયારાની પાણીની ગોળી ગંગા નદી જેટલી દૂર લાગે છે. ઘરના ઉંબરા ડુંગર સમા લાગે છે. ગામનું પાદર પરદેશ જેવું લાગે છે. "
શરીરને ગમે તેવું સજાવો, સ્વચ્છ કરો, હૃષ્ટપુષ્ટ કરો, પણ તે તો પાપ જ કરતું રહેશે. આત્માને અશુદ્ધ કરતું રહેશે.
જ્યારે સારું શરીર મળ્યું હોય ત્યારે એ શરીરનો ઉપયોગ તપશ્ચર્યામાં કરી લેવો જોઈએ. શરીર ભોગાસક્ત-પાપાસક્ત બનીને આત્માને દુઃખી જ કરે છે. માટે જ શરીરની મમતા છોડવાની છે અને શરીરની અશુચિતાની વિચારણા કરવાની છે. દગાબાજ શરીર ઉપર વિશ્વાસ કરવાનો નથી.
શરીર સારું હોય ત્યાં સુધીમાં સુકૃત કરી લો. ધર્મ આરાધના કરી લો.
“રાગ અને રીક્ષા દોય ખવીસા” રાગ અને રીસ મોક્ષ માર્ગને રોકનાર છે. યુવાની, સત્તા, સંપત્તિ અને અજ્ઞાનતા જીવને મમત્વ ગાઢ કરાવે છે. શરીરનો રાગ એ એક મૂર્ખતા છે, અજ્ઞાનતા છે. માટે શરીરનો રાગ ત્યજવો જોઈએ. આ શરીર અગ્નિમાં છેવટે ભસ્મીભૂત થઈ જવાનું છે. “જ્ઞાનસાર” તત્ત્વદ્રષ્ટિ અષ્ટકમાં લખેલ છે કે.
लावण्य लहरी पुण्यं वपुः पश्यति बाह्यदृग् । तत्त्वदष्टि : श्वकाकानां भक्ष्यंकृमि कुला कुलम् ॥ બાહ્યદ્રષ્ટિ મનુષ્ય સૌંદર્ય - તરંગના માધ્યમથી શરીરને પવિત્ર જુએ