________________
૧૫૩
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ એક જાદુઈ ઓરડી જોઈ. તેમાં ઘરડી ડોશી બેસી જાય તો થોડીવારમાં યુવાન થઈ બહાર આવે, માટે તું ચાલ મારી સાથે! તું હવે ડોસી થઈ ગઈ છે. તને હું યુવાન બનાવી દઉં. પટલાણી કહે મારે નથી યુવાન થવું, હું નહી આવું. પટેલે પટલાણીને બહુ સમજાવ્યા અને પટલાણી માની ગયાં. પટેલ પટલાણી શહેરમાં આવ્યા અને પેલી બહુમાળી ઈમારતમાં ગયાં અને ત્યાં જઈ પેલી જાદુઈ
ઓરડીઆગળ પટલાણીને લઈ ગયાં. પટલાણીને કહ્યું કે હવે તું પાંચ મિનિટમાં યુવાન થઈ જઈશ.
એમ કહી પટેલે કેબીન આગળનું કાળુ બટન દબાવ્યું તો તરત કેબીનના બારણા ખુલી ગયાં. પટેલે પટલાણીને ધક્કો મારી કેબીનમાં હડસેલી દીધાં કે તરત કેબીનના બારણા બંધ થઈ ગયાં.
હવે પટેલ કેબીન સામે રાહ જોતાં ઉભા રહ્યાં. થોડીક વાર પછી એકદમ કેબીનનું બારણું ખુલ્યું. એમાંથી એક યુવાન છોકરી આંખે ગોગલ્સ, પગમાં ઉંચી એડીના પગરખાં પહેરી ટપ-ટપ કરતી બહાર નીકળી. પટેલે ઝડપથી કે છોકરીનો હાથ પકડી લીધો અને બોલ્યા કેમ પટલાણી!તમે કેવા સુંદર યુવાન થઈ ગયાં. પણ છોકરીએ તો બૂમાબૂમ કરી મૂકી. લોકો ભેગા થઈ ગયા. પટેલ કહે કે આ છોકરી મારી પટલાણી છે. મેં મારી ઘરડી પટલાણીને આ કેબીનમાં ધકેલી અને તે તુરત યુવાન થઈ પાછી આવી ગઈ. માટે આ છોકરી તો મારી બૈરી છે. હું તેને મારા ઘેર લઈ જઈશ. ટોળામાંથી કોઈ બોલ્યું. આ તો આપણા રમેશભાઈની બેબી છે. પટલાણી ક્યાંથી હોય? આ માણસ કોઈ ગુંડો લાગે છે. મારો સાલાને, ત્યાં તો અસલ પટલાણી દાદરો ઉતરતાં ઉતરતાં, પટેલને ગાળો ભાંડતાં ભાંડતાં નીચે આવ્યાં. પટલાણી બરાબરના વિફર્યા હતાં. લોકો પણ વિફર્યા હતા. પટેલે સમય વર્તે સાવધાન, રસમ અજમાવી પટલાણીનો હાથ ઝાલી ત્યાંથી ભાગી છૂટયા.
પટેલ મોહ દશાના કારણે ઝંખવાણા પડી ગયા. માટે મોહની અજ્ઞાનતાને દૂર કરવી જોઈએ. શરીરનો મોહ અને રૂપનું અભિમાન જીવને મુશ્કેલીમાં મુકી દેવાનું કામ કરે છે. - જુઓ.
સનતકુમાર ચક્રવર્તિ. તેને પણ કાયાનો મોહ જબરો હતો. તેમને તેમના રૂપનું અભિમાન જબરું હતું. અભિમાન કુલ ૮ પ્રકારના છે. તેમાં આ ચોથા નંબરનું અભિમાન હતું. એક વાર દેવો તેમની પરીક્ષા કરવા આવ્યા. ત્યારે રાજા સ્નાન કરતાં હતાં. દેવોએ રાજાને કહ્યું ઓહ! શું તમારું રૂપ છે !