________________
૧૭૦
આશ્રવ ભાવના
વિરતિ વગર કદી મુક્તિ નથી આ વાત એમના જીવનમાં, રગેરગમાં ફેલાઈ ગઈ હતી.
અવિરતિ આશ્રવને બરાબર સમજવો જરૂરી છે. અવિરતિ જીવને દારૂણ દુઃખોમાં ધકેલી દે છે. સંસારમાં પરિભ્રમણ કરાવે છે. માટે અવિરતિના પરિણામોને જાણીને જીવનને નિયમ બદ્ધ બનાવવું.
વિષયની લોલુપતા :
ગ્રન્થકારશ્રી અહિં પાંચ ઈન્દ્રિયોની વિષમતા બનાવતા પાંચ દ્રષ્ટાંત આપે છે. “તિ ાસ મધુપારે’' ( ો - ૮ )
કરિ એટલે હાથી, ઝસ એટલે માછલી, મધુપ એટલે ભમરો શલભ એટલે પતંગીયુ અને મૃગ એટલે હરણ આ પાંચેય પ્રાણીઓ ઈન્દ્રિયની પરવશતાના કારણે દુઃખી થઈ જાય છે.
સ્પર્શનેન્દ્રિય પરવશ હાથી
(૧) જંગલમાં મુક્ત પણે ફરનારો હાથી, શિકારીની જાળમાં આબાદ ફસાઈ જાય છે. શિકારી લોકો એક મોટો ખાડો કરી તેમાં પુંઠા જેવી કોઈ વસ્તુથી હાથણીનો આકાર બનાવે છે. વન હાથી ફરતો ફરતો ત્યાં આવે છે. હાથણી ને જોઈને કામ વિહ્વળ બની જાય છે. અને સીધું ખાડામાં પડતું મુકે છે. બસ આ સ્પર્શ ઈન્દ્રિયના કારણે હાથી ફસાઈ જાય છે. તેવી રીતે પુરુષ સ્ત્રીના શરીરમાં અને સ્ત્રી પુરુષના દેહમાં મોહાઈ આસક્ત બને છે. અને છેવટે વિનાશ પામે છે.
(૨) રસનેન્દ્રિય પરવશ - માછલી
રસનેન્દ્રિયની લોલુપતાના કારણે માછલી માછીમારની જાળમાં ફસાઈ જાય છે. ઉપર જતી આવતી કૂદતી અને સ્વતંત્ર માછલીને પકડવા માછીમાર જાળ નાંખે અને તેમાં ખાદ્ય પદાર્થો મુકે, માછલી રસનેન્દ્રિય પરવશ હોવાથી ખાવા જાય અને ત્યાં જ મરણ પામી જાય છે. આમ રસનેન્દ્રિયનું પરવશ પણું હોવાથી માછલી વિનાશ પામી જાય છે.
આ ખાવું ને તે ખાવું, ગમે તેટલું ખાવા છતાં જીવ તૃપ્ત થતો નથી માટે જ આહાર ઉપર કાબુ લઈ રસનાની આસક્તિથી છુટો. (૩) ઘાણેન્દ્રિયથી ભમરો :
કમળની સુગંધમાં આસક્ત બનેલ ભ્રમર એ કમળમાં જ કેદ થઈ