________________
૧૬૨
આશ્રવ ભાવના કેવળજ્ઞાનનો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત થઈ શક્યો નહિ, માટે અભિમાન છોડી વિનયશીલ બનવું કેમકે મુક્તિનો મુખ્ય ગુણ છેવિનય. અભિમાનથી વિનયનો નાશ થાય. અને “વિણય મુલો ધમ્મો” ધર્મનું મૂળ વિનય જ છે. વિનય ન હોય તો ધર્મ ક્રિયામાં આદર, બહુમાન કે પ્રતિભાવ પેદા થાય નહિ. માટે અભિમાન કરવા જેવું નથી. આજે માણસ માન-પાન પ્રતિષ્ઠા આબરૂનો ભુખ્યો છે અને એટલે એનો અહં ટકરાય છે. અહં અહંનું ધ્યાન કરવા ન દે. આજનો માનવ પૂછે છે. શું કરવાથી પૈસો મળે,? કરવાથી પ્રતિષ્ઠા વધે.? ને શું કરવાથી આબરૂ જળવાય!પણ શું કરવાથી મન ભરાશે, જીવન સાર્થક બનશે. શું કરવાથી આત્મ સંતોષ મળશે? એવો પ્રશ્ન કોઈ પૂછતું નથી.
રાવણ દુર્યોધન વિગેરે માન કષાયથી જ દુઃખ પામ્યા છે.. માયા કષાય :
માયાવી માણસનો કોઈ વિશ્વાસ ન કરે. જેમ સર્પશાંત સૂતો હોય તો પણ તે વિશ્વસનીય બનતો નથી. ભલે કદાચ તમે એકાદવાર માયા - કપટ કર્યું હશે. પણ લોકોની નજરમાંથી તમે કાયમ માટે ઉતરી ગયા હશો. પરિવાર સમાજ કે મિત્રવર્તુળમાં તમે નફરતની નજરે જોવાશો. માયા મનમાં અશાંતિ ઉભી કરશે. માયા સરળતાનો નાશ કરે છે.
મલ્લિનાથે માયા કરીને તપ કર્યો તો પણ એમને એનું કર્મવેઠવું પડયું. સ્ત્રીનો અવતાર લેવો પડ્યો. માટે આવી માયાને દૂરથી જ છોડી દેવી એજ હિતકારી છે. સાચામાં સમક્તિ રહે છે. અને માયામાં મિથ્યાત્વ હોય છે!
લોભ કષાયા
કષાયનો ચોથો ભેદ છે લોભ, લોભ એટલે બધા જ દુર્ગુણોનું ઘર, અને સર્વ ગુણોનું વિનાશ સ્થાન. ચોરી, પરિગ્રહ, શિકાર, નિંદા, ઈર્ષ્યા આદિ તમામ દુર્ગુણો લોભમાંથી જ પેદા થયા છે.
લોભની દીકરી માયા. માયાનો દીકરો માર માનનો દીકરો ૠધ, ક્રોધનો દીકરો દ્રોહ દ્રોહની દીકરી દુર્ગતિ, અને તેનો પરિવાર સંસાર માટે લોભ બધા પાપોનો દાદો થયો.
બધા પાપનું મૂળ લોભ છે. લોભથી જ જીવ હેરાન થાય છે. તૃષ્ણા અસંતોષ મૂચ્છ એ લોભ જ છે જુઓ