________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૪૭ શરીરનો સંસર્ગ થયો અને વસ્ત્ર બગાડવાનું ચાલુ થયું. આવા શરીરને પવિત્ર કે માનવું, રૂપવાન માનવું તે નરી મૂર્ખતા છે. શરીરનું સૌંદર્યબાહ્ય જ છે. અંદર તો હાડ માંસ મજ્જા અને ગંદકી જ ભરેલી છે. આવા શરીર ઉપર રાગ ન કરાય. બાહ્ય દૃષ્ટિથી શરીર કદાચ રૂપવાન લાગે પણ શરીરની બહારનો ભાગ અંદર જાય અને અંદરનો ભાગ બહાર આવે તો આ શરીર જોવું પણ ન ગમે. કેન્સર વિગેરે રોગો થઈ જાય અને રક્ત પરૂ આદિ જ્યારે બહાર નીકળે ત્યારે એજ શરીર ને જોઈ તમને ધૃણા પેદા થાય એટલે રૂપનું અભિમાન પણ નથી કરવાનું અને સ્ત્રી રૂપને જોઈને આકર્ષિત પણ થવાનું નથી કેમ કે આ જે દેખાય છે તે વાસ્તવિક રૂપ નથી. વાસ્તવિક સ્થિતિ તો જુદી જ છે. એના માટે બાહ્ય દ્રષ્ટિ કામ નહિ લાગે. તત્ત્વદ્રષ્ટિની જરૂર પડશે. જુઓ જ્ઞાનસારમાં ઉ. યશોવિજયજી મહારાજ શું કહે છે.
रूपे रूपवती द्रष्टि द्रष्टवा रुपं विमुह्यति । मज्जत्यात्मनि नीरूपे तत्वद्रष्टिस्त्व रूपिणी
પુગલના સ્વરૂપને જોનારી દૃષ્ટિ બાહ્ય રૂપને જોઈને તેમાં મોહ પામે છે પણ, તત્વદૃષ્ટિ (આત્મચેતન્યવાળી) તો આત્માને વિષે જ મગ્ન થાય છે.
बाह्य द्रष्टि ः सुधासार धटिता भाति सुंदरी। तत्वद्रष्टिस्तु सा साक्षात् विण्मूत्र पिठरोदरी ॥७॥
બાહ્યદ્રષ્ટિ સ્ત્રીમાં અમૃતના સારથી ઘડાયેલ સુંદરીનું દર્શન કરે છે અને તત્ત્વદ્રષ્ટિ એની અંદર મૂત્ર, માંસ અને હાડકાને સાક્ષાત દેખે છે.
માટે શરીરના રૂપ લાવણ્ય જોઈને મોહાઈ જવાનું નથી એની અંદર પણ ડોકીયું કરવાનું છે. વળી આ શરીર પરિવર્તનશીલ છે. આજે બાળપણ, કાલે યુવાની, અંતે બૂઢાપો અને મરણ. ગમે તેવું રૂપ હોય તો પણ ક્ષણવારમાં કરમાઈ જાય છે.
આવા શરીરમાં પવિત્રતાની કલ્પના પણ ન કરાય. પવિત્ર માનવું એ પૂરી અજ્ઞાનતા છે. દ્રવ્યશોચ કરવાનું ઉચિત નથી પણ ભાવ શોચનો જ આદર કરવો જોઈએ.
લોભ પ્રમાદ તૃષ્ણાનો ત્યાગ એ જ ખરો શૌચવાદ છે. આ પ્રમાણે શરીર સંબંધી શૌચને ખોટો માનીને પવિત્ર એવા ભાવ શૌચને જાણો.
શરીરની શુચિ એ શુચિ નથી, એક જાતનો રાગ અને મોહ જ છે.