________________
૧૫૦
અશુચિભાવના વાત સ્વયં ગ્રન્થકારશ્રી જણાવે છે. । भवति सचन्द्रं शुचि ताम्बूलं कर्तुं मुखमारुत मनुकूलम्।। तिष्ठति सुरभि कियन्तं कालं मुखमसुगन्धि जुगुप्सित लालम् ॥३॥ असुरमि गन्धवहोऽन्तरचारी आवरितुं शक्यो न विकारी । वपुरुपजिसि वारंवारं हसति बुधस्तव शौचाचारम् ॥४॥
મુખમાંથી સુવાસ આવતી રહે એટલે માણસ ખરાસ આદિ સુગંધ પદાર્ચ યુકત પાન ખાય છે પણ આ મુખ જ દુર્ગધભર્યા લાખ જેવા તત્વોથી લેપાયેલ છે તો મોઢામાં સુરભિ પવન (શ્વાસ) કેટલો સમય ટકે?
આ શરીરમાં વ્યાપ્ત દુર્ગધમય વાયુ દબાવી શકાતો નથી ઢાંકવા છતાં ઢંકાતો નથી તેમ છતાં આ શરીરને તું વારંવાર સુધે છે. ચાહે છે. તેના ઉપર પંડિતજનો વસે છે. જુઓ તો ખરા કેવો આ શૌચ આચાર?
આ શરીર દુર્ગધમય છે. ગંદકીથી ભરેલું છે. શરીરમાંથી ગંદા પદાર્થો ઝરે છે.
દુર્ગચ્છનીય અને અશુચિનો અવતાર એવા શરીર ઉપર રાગ શું કરવો? ચાહે ગમે તેનું શરીર હોય પણ તે શરીર ઉપર મોહ કરવો ઘટે નહિ. છતાં મનુષ્ય આ શરીરને પવિત્ર કરવા ઘણા ઉપાયો કરે છે. જેમ કે મોંઢામાંથી દુર્ગધ આવતી હોય માટે સુગંધી પદાર્થો યુક્ત પાન ખાય છે.
શરીર ઉપર અત્તર લગાવે છે. ફૂલોથી શણગારે છે. વસ્ત્રો ઉપર સુગંધી દ્રવ્યો નાંખે છે પણ આ બધા ઉપાયો નિરર્થક છે કેમકે મોટું જ સ્વયં દુર્ગધ પદાર્થોવાળું હોય તો અંદર રહેલ પદાર્થો ક્યાંથી સુગંધી બને? કેમકે શરીરનો સ્વભાવ જ દુર્ગધ છે. ઉકરડા ઉપર સેન્ટની બોટલ ખાલી કરવાનો મતલબ ખરો?
સત્ય હકીકતને નહીં પીછાણતા સંસારીજનો શરીર ઉપર મમત્વભાવ રાખીને ફરે છે. અને એને પવિત્ર ગણે છે. ખરેખર તો શરીરની શુદ્ધિનો તારો જે શૌચાચાર છે તે તદ્દન મુર્ખામી ભરેલો છે. જે પવિત્ર છે જ નહિ એ કેવી રીતે પવિત્ર બની શકે?