________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૪૯
પવિત્ર એવા એક માત્ર પરમાત્માનું ચિંતન કર.
સ્ત્રી અને પુરુષના રજ-વીર્યથી બનેલ મળ અને ગંદકીના ઢગલાથી આ શરીરમાં સારું શું થશે ? ઘણી સારી રીતે સાફ કરવા છતાં જેમાંથી વિકૃતિ જ હોય છે તેવા ગંદકીના દુર્ગધી કૂવાને કોણ બુદ્ધિમાન પુરૂષ સારો ગણે?
ઉપાધ્યાયવિનયવિજયજી મહારાજ શાન્ત સુધારસ નામના આ ગ્રન્થમાં છઠ્ઠી અશૌચ ભાવનાના ગેય કાવ્યમાં ભવ્યાત્માઓને ધર્મબોધ માટે ફરમાવે છે કે.. તું બે જાતના વિચાર કર.
એક તો આ શરીર અતિ ગંદુ-મલિન છે. બીજું, શરીરમાં રહેલ મન રૂપી કમળને જાણ. શરીર કેવું ગંદુ. એની ઉત્પત્તિ કેવી રીતે થઈ? સ્ત્રીના રજ અને પુરૂષના વીર્યથી આ શરીર નિર્મિત થયું. પાયામાં જ ગંદકી મલિનતા જ પડી છે. નવ નવ મહિના સુધી એ ગંદી ગટરમાં જીવ ઊંધે માથે લટક્યો છે. અશુચિ પદાર્થો વચ્ચે તું જીવ્યો છે અને રહ્યો છે. આવી ગંદકીમાં જો આશ્વાસન હોય તો એ છે માનવીનું મન. મન! બધાને નથી મળતું. પુણ્યોદયના પ્રભાવે મન મળે છે. મન એટલે હૃદય.
અશુચિમય શરીરમાં રહેલ હૃદય રૂપી કમળમાં તું પરમાત્માનું ધ્યાન ધર... એક માત્ર વિભુ-પ્રભુ કે જે પરમ મહોદયનું કારણ છે, આત્મ વિકાસ અને ઉન્નતિ માટે પરમાત્માનું ધ્યાન એજ સર્વશ્રેષ્ઠ છે.
અત્યાર સુધીમાં તમે જાતે શરીરને સાચવવામાં જ સમય કાઢયો છે. હવે પરમાત્મામાં સમય ગાળવાનો છે.
અંતઃકરણમાં તું પરમાત્માને સ્થાપિત કરી દે.
મનને કમળની ઉપમા આપીને ઉપાધ્યાયજીએ કમાલ કરી દીધી છે. કમળ સુગંધી હોય, કોમળ હોય, સ્વચ્છ હોય અને આફ્લાદક હોય માટે મનને કમળ જેવું કરી એમાં પરમાત્માનું ધ્યાન કરવું.
અરિહંત પરમાત્માની ભક્તિની તાકાત છે કે ઘોર પાપાત્માને પણ પરમાત્મા બનાવે છે !
આવા અરિહંત પ્રભુના પ્રભાવે શરીર ઉપરની આસક્તિ અને મોહ છોડવા પ્રયત્ન કરવાનો છે.
વળી આ શરીર કેવું અશુચિમય- દુર્ગધ મારતું અને દગાબાજ છે. એ